શાહરૂખ ખાન રચશે ઈતિહાસ, આ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય અભિનેતા બનશે
બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનને કોઈ ઓળખની જરૂર નથી. શાહરૂખ ખાને માત્ર ભારતમાં જ નહીં પ

બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનને કોઈ ઓળખની જરૂર નથી. શાહરૂખ ખાને માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં નામ કર્યું છે. તે ગ્લોબલ સ્ટાર તરીકે ઓળખાય છે. અત્યાર સુધી અનેક વિશેષ પુરસ્કારોથી સન્માનિત થયેલા શાહરૂખને વધુ એક એવોર્ડ મળવા જઈ રહ્યો છે.
શાહરૂખ ખાને પોતાની 32 વર્ષની કારકિર્દીમાં ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. તેને ભારતમાં ઘણા એવોર્ડ મળ્યા છે. તેને વિશ્વભરમાં પણ ઘણા ખાસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. હવે શાહરૂખ ખાનને 'લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલ'માં કરિયર અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવશે.
આ એવોર્ડ મેળવનાર શાહરૂખ પ્રથમ ભારતીય અભિનેતા
શાહરૂખ ખાનને 'લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલ'ની 77મી આવૃત્તિમાં કરિયર અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. તેમને 'પાર્ડો અલા કરિયર એસ્કોના-લોકાર્નો ટુરિઝમ' નામનો એવોર્ડ મળશે. આ ફિલ્મ ફેસ્ટિવલ 7 ઓગસ્ટથી શરૂ થશે અને 17 ઓગસ્ટ સુધી ચાલશે. આ દરમિયાન શાહરૂખનું સન્માન કરવામાં આવશે. શાહરૂખ આ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય બનીને ઈતિહાસ રચશે.
ઈવેન્ટ સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાશે
'લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલ'ની 77મી આવૃત્તિ 7 ઓગસ્ટથી સ્વિટ્ઝરલેન્ડમાં શરૂ થશે. શાહરૂખ ખાનને 10 ઓગસ્ટે સ્વિટ્ઝર્લેન્ડના લોકાર્નોમાં પિયાઝા ગ્રાન્ડેમાં સન્માનિત કરવામાં આવશે. અભિનેતા 11 ઓગસ્ટે અહીં સામાન્ય લોકો સાથે મુલાકાત અને વાતચીત કરશે.
આયોજકોએ કહી આ વાત
આયોજકોએ મંગળવારે શાહરૂખને એવોર્ડ મળવાની જાહેરાત કરી હતી. લોકર્નો ફિલ્મ ફેસ્ટિવલના કલાત્મક નિર્દેશક, જિયોના એ નાઝારોએ કહ્યું, 'ભારતીય સિનેમામાં તેમનું યોગદાન અજોડ છે. શાહરૂખ ખાન એક એવો અભિનેતા છે જેમણે ક્યારેય પોતાના ફેન્સ સાથેનો સંપર્ક ગુમાવ્યો નથી. તેઓ વિશ્વભરના તેમના ફેન્સની અપેક્ષાઓ પર ખરા ઉતરે છે. તેઓ ખરેખર લોકોના હીરો, ડાઉન ટુ અર્થ અને આપણા સમયના લેજન્ડ છે.'








