એક હાથથી પણ રોમાન્સ કરી શકે છે શાહરૂખ ખાન, રાની મુખર્જી સાથે શેર કર્યો વીડિયો

1998માં રિલીઝ થયેલી કરણ જૌહરની કુછ કુછ હોતા હૈમાં શાહરૂખ ખાન, રાની મુખરજી અને કાજોલની જોડી જોવા મળી હતી. હવે 27 વર્ષ પછી શાહરૂખ ખાન અને રાની મુખરજી રોમાન્સ કરતા જોવા મળ્યા છે. કિંગ ખાન તરીકે જાણીતા શાહરૂખ ખાને આ વીડિયો શેર કર્યો છે.
કુછ કુછ હોતા હૈના 27 વર્ષ બાદ રોમાન્સ કરતા જોવા મળ્યા SRK અને રાની મુખરજી
વીડિયોમાં શાહરૂખ ખાન ડેનિમ જીન્સ અને બ્લૂ સ્વેટશર્ટમાં જોવા મળે છે જ્યારે તેના હાથ પર ઇજા થયેલી છે. રાની મુખરજી ડેનિમ અને વાઇટ શર્ટમાં જોવા મળે છે. બન્ને આર્યન ખાનની ડેબ્યૂ સિરીઝ ધ બેડ્સ ઓફ બોલિવૂડના ગાયન 'તુ પહલી તૂ આખિરી' પર રોમાન્સ કરતા જોવા મળે છે.
આ વીડિયો શેર કરતા કિંગ ખાને લખ્યુ, નેશનલ એવોર્ડ...અમારા બન્નેનું અધૂરું સ્વપ્ન પૂર્ણ થયું.શુભકામના રાની..તમે ક્વિન છો અને હંમેશા તમારા માટે પ્રેમ...
મહત્ત્વપૂર્ણ છે કે આર્યન ખાનની ડાયરેક્ટર તરીકેની ડેબ્યૂ વેબ સિરીઝ 'ધ બેડ્સ ઓફ બોલિવૂડ' 28 સપ્ટેમ્બરે નેટફ્લિક્સ પર રિલીઝ થશે.

