VIDEO / કડક સુરક્ષા સાથે કોલકાતા પહોંચ્યો શાહરૂખ ખાન, અબરામ-સુહાના અને અનન્યા પણ જોવા મળ્યા
બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન ક્રિકેટનો ફેન છે. તે IPL 2024માં પોતાની ટીમને સપોર્ટ કરવા મેદાનમાં

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન ક્રિકેટનો ફેન છે. તે IPL 2024માં પોતાની ટીમને સપોર્ટ કરવા મેદાનમાં પહોંચે છે. આજે KKRની 5મી મેચ છે અને આજે શાહરૂખની ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પર લખનૌ સામે ટકરાશે. KKRએ 4માંથી 3 મેચ જીતી છે અને આજે કિંગ ખાન પોતાના પુત્ર અબરામ અને પુત્રી સુહાના ખાન સાથે ટીમનું મનોબળ વધારવા કોલકાતા પહોંચી ગયો છે.
શાહરૂખ ખાન કોલકાતા એરપોર્ટ પર કડક સુરક્ષા વચ્ચે જોવા મળ્યો હતો. શાહરૂખનો દીકરો અબરામ અને દીકરી સુહાના પણ તેની સાથે જોવા મળ્યા હતા. કોલકાતા એરપોર્ટ પરથી શાહરૂખ ખાનનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં કિંગ ખાન તેના પુત્ર અબરામ અને દીકરી સુહાના ખાન સાથે ભારે સુરક્ષા વચ્ચે જોવા મળી રહ્યો છે.
‘ધ આર્ચીઝ’થી અભિનય કારકિર્દી શરૂ કરનાર સુહાના ખાન પણ આજે મેદાન પર પોતાની ટીમને ચીયર કરતી જોવા મળશે. સુંદર સુહાના કોલકાતા એરપોર્ટ પર તેની બેસ્ટ ફ્રેન્ડ અને અભિનેત્રી અનન્યા પાંડે સાથે જોવા મળી હતી. જો કે, ફેન્સનું ધ્યાન તેમની કડક સુરક્ષાના કારણે જ ખેંચાયું હતું.
કોલકાતા પહોંચ્યો શાહરૂખ ખાન
જ્યારે પાપારાઝી અને ફેન્સ અભિનેતાને પોતાના કેમેરામાં કેદ કરવા રાહ જોઈ રહ્યા હતા. ત્યારે ત્યાં હાજર લોકો એ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે બંદૂકોથી સજ્જ સેનાના જવાનોની લાંબી કતાર એરપોર્ટની બહાર આવી રહી હતી, જેથી શાહરૂખ તેના સૌથી નાના પુત્ર સાથે બહાર જઈ શકે. અભિનેતા દરેક સમયે તેના બોડીગાર્ડ સાથે જોવા મળે છે. ત્યારે શાહરૂખને આર્મીના 6 જવાનો, પોલીસ ઓફિસરો અને પ્રાઈવેટ સિક્યોરિટી ગાર્ડ સાથે જોઈને લોકોનું ધ્યાન ખેંચાયું હતું.
એરપોર્ટ પર હાજર ફેન્સ અને મીડિયા કર્મચારીઓમાં વધારાની સુરક્ષા અંગે અટકળો ચાલી રહી હતી, આટલી સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં, શાહરૂખ એરપોર્ટ પર ફેન્સ અને પેપ્સને સ્માઈલ સાથે મળ્યો હતો અને તે પુત્ર અબરામનો હાથ પકડીને કારમાં બેસતો જોવા મળ્યો હતો. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે








