Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Shahid Kapoor took a hefty amount for the film 'O Romeo'

Shahid Kapoorએ 'O Romeo' ફિલ્મ માટે લીધી તગડી રકમ, નાના પાટેકર સહિત અન્ય એક્ટર્સને મળી ખૂબ જ ઓછી ફી

Timeછેલ્લું અપડેટ : 24 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Shahid Kapoorએ 'O Romeo' ફિલ્મ માટે લીધી તગડી રકમ, નાના પાટેકર સહિત અન્ય એક્ટર્સને મળી ખૂબ જ ઓછી ફી
સોર્સ : GSTV

વિશાલ ભારદ્વાજ દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ઓ રોમિયો' 13 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવાની છે. આ પહેલાં ફિલ્મનું ટીઝર, પોસ્ટર અને ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. શાહિદ કપૂર ગેંગસ્ટર હુસૈન ઉસ્તરાના રોલમાં જોવા મળશે, જ્યારે તૃપ્તિ ડિમરી ગેંગસ્ટર સપના દીદીનું પાત્ર ભજવશે. આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મમાં અવિનાશ તિવારી વિલનના રોલમાં હશે, જેનું નામ જલાલ છે. સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મ માટે કલાકારોએ કેટલા પૈસા લીધા છે, તેને લઈને ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે.

App Store

'ઓ રોમિયો' હુસૈન ઝૈદીના પુસ્તક 'માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ' પર આધારિત છે. તેમાં શાહિદ કપૂર, તૃપ્તિ ડિમરી, નાના પાટેકર, ફરીદા જલાલ, અવિનાશ તિવારી, તમન્ના ભાટિયા, દિશા પાટણી અને અરુણા ઈરાની મુખ્ય ભૂમિકામાં છે. જ્યારે વિક્રાંત મેસીનો કેમિયો છે. ફિલ્મમાં તમન્નાએ રાબિયા, દિશાએ ડાન્સ ટીચર જુલી અને નાના પાટેકરે ઈસ્માઈલ ખાનનું પાત્ર ભજવ્યું છે.

કોને કેટલી ફી મળી?

રિપોર્ટ્સ મુજબ, ફિલ્મના કલાકારોની ફી નીચે મુજબ છે:

શાહિદ કપૂર: 45 કરોડ રૂપિયા (ફિલ્મમાં સૌથી વધુ ફી લેનાર એક્ટર)
તૃપ્તિ ડિમરી: 6 કરોડ રૂપિયા
અવિનાશ તિવારી: 7 કરોડ રૂપિયા
નાના પાટેકર: 4 કરોડ રૂપિયા
દિશા પાટણી: 2 કરોડ રૂપિયા

નોંધનીય છે કે વિક્રાંત મેસીને તેના સ્પેશિયલ એપિયરન્સ માટે કેટલા પૈસા મળ્યા છે તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી.

'ઓ રોમિયો' પર વિવાદ

શાહિદ કપૂરની આ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ વિવાદોમાં સપડાઈ છે. ગેંગસ્ટર હુસૈન ઉસ્તરાની દીકરીએ મેકર્સ પર તેના પિતાની છબી નકારાત્મક રીતે દર્શાવવાનો આરોપ લગાવ્યો છે. તેણે મેકર્સ પાસે 2 કરોડ રૂપિયાની માંગણી કરી છે અને લીગલ નોટિસ પણ મોકલી છે. આ સાથે જ તેણે ફિલ્મની રિલીઝ રોકવાની અને રિલીઝ પહેલા તેને ફિલ્મ બતાવવાની પણ માંગ કરી છે.