VIDEO: યુદ્ધના કારણે Shah Rukh Khanની 'King'નું દુબઈ શેડ્યૂલ કેન્સલ, હવે આ સ્થળે બનશે ભવ્ય સેટ
અમેરિકા-ઈરાન યુદ્ધના કારણે શાહરુખ ખાનની ફિલ્મ 'કિંગ'નું દુબઈ શેડ્યૂલ રદ કરવામાં આવ્યું છે. મેકર્સે શૂટિંગ મુંબઈ શિફ્ટ કર્યું છે અને વધુ સારા નિયંત્રણ અને સુરક્ષા માટે એક ભવ્ય સેટ તૈયાર કર્યો છે. ક્રૂ અને કાસ્ટની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મેકર્સે આ નિર્ણય લીધો છે.
શાહરુખ ખાન અને સુહાના ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘કિંગ’ પ્રોડક્શનમાં છે અને શૂટિંગ ચાલી રહ્યું છે. આ ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે. ફિલ્મનું આગામી શેડ્યૂલ દુબઈમાં શૂટ થવાનું હતું, પરંતુ રિપોર્ટ્સ અનુસાર, અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે મેકર્સને પોતાની યોજના બદલવી પડી હતી. એટલું જ નહીં, મેકર્સ તેના બદલે મુંબઈમાં જ સેટ તૈયાર કરી રહ્યા છે. મેકર્સ કાસ્ટ અને ક્રૂને લઈને કોઈ જોખમ લેવા માંગતા નથી, તેથી તેમણે દુબઈ જવાનું માંડી વાળ્યું છે.
એક રિપોર્ટ મુજબ, “ટીમે અમીરાતમાં શૂટિંગ માટે જરૂરી પરવાનગી લઈ લીધી હતી. આ શેડ્યૂલ 9 એપ્રિલથી એક અઠવાડિયા સુધી ચાલવાનું હતું. પરંતુ પ્રદેશમાં બદલાતી પરિસ્થિતિને જોતા મેકર્સે કાસ્ટ અને ક્રૂની સુરક્ષા માટે કોઈ જોખમ ન લેવાનો નિર્ણય કર્યો.” રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે યોજના બદલાયા બાદ મેકર્સે મુંબઈના વિલે પાર્લે સ્થિત એક સ્ટુડિયોમાં નવો સેટ તૈયાર કર્યો છે.
સૂત્રએ ઉમેર્યું કે, “સિદ્ધાર્થે જેવું વિચાર્યું હતું, તેવું જ ગ્રાન્ડ લેવલનું ડિઝાઇન સેટ પર તૈયાર કરવાનો પ્રયાસ છે. આનાથી તેમને એક્શન સીન્સ અને લાઈટિંગ પર વધુ કંટ્રોલ મળી રહ્યો છે. સિક્વન્સની શરૂઆત એક ચેઝ થી થાય છે, જે એક જબરદસ્ત ફાઈટમાં ફેરવાઈ જાય છે.”
‘કિંગ’ના ફર્સ્ટ લુકમાં આવા દેખાયા શાહરુખ ખાન
જણાવી દઈએ કે, ‘કિંગ’ની સત્તાવાર જાહેરાત ગત વર્ષે નવેમ્બરમાં થઈ હતી. 2 નવેમ્બરે શાહરુખ ખાનના જન્મદિવસ નિમિત્તે ફિલ્મનું ટાઈટલ રિવિલ કરવામાં આવ્યું હતું, જેમાં શાહરુખનો સિલ્વર હેર અને એક્શનથી ભરપૂર લુક જોવા મળ્યો હતો. મોશન લુક પોસ્ટરમાં SRKના સ્પેશિયલ થીમ સોંગ અને દમદાર ડાયલોગ “ડર નહીં, દહેશત હૂં” એ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી હતી.
‘કિંગ’માં હશે આ મોટા સ્ટાર્સ
‘કિંગ’ના ટાઈટલ રિવિલ સાથે જ ફિલ્મને લઈને ફેન્સનો ઉત્સાહ વધી ગયો છે. રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને માર્ફ્લિક્સ પિક્ચર્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી ‘કિંગ’માં શાહરુખ ખાન પહેલીવાર પોતાની દીકરી સુહાના ખાન સાથે સ્ક્રીન શેર કરશે. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મમાં દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન, અનિલ કપૂર, રાની મુખર્જી, અરશદ વારસી, અભય વર્મા અને રાઘવ જુયાલ પણ સામેલ છે.

