મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEO: શાહરૂખ ખાન મોડી રાત્રે દીપિકા પાદુકોણને મળવા પહોંચ્યો, આપ્યા રણવીર સિંહની દીકરીને આશીર્વાદ

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી દીપિકા પાદુકોણ અને અભિનેતા રણવીર સિંહ

VIDEO: શાહરૂખ ખાન મોડી રાત્રે દીપિકા પાદુકોણને મળવા પહોંચ્યો, આપ્યા રણવીર સિંહની દીકરીને આશીર્વાદ

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી દીપિકા પાદુકોણ અને અભિનેતા રણવીર સિંહ 8 સપ્ટેમ્બરે માતા-પિતા બની ગયા છે. બંનેએ તેમના પહેલા બાળકનું સ્વાગત કર્યું છે. દીપિકા પાદુકોણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ કરીને ફેન્સને જણાવ્યું હતું કે તેણે એક સુંદર દીકરીને જન્મ આપ્યો છે. દીપિકા પાદુકોણને ફેન્સ આજે પણ સોશિયલ મીડિયા પર અભિનંદન આપી રહ્યા છે. આવી સ્થિતિમાં હવે ઇન્ટરનેટ પર એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન દીપિકા પાદુકોણ અને તેની દીકરીને મળવા હોસ્પિટલ પહોંચ્યો છે.

શાહરૂખ ખાન દીપિકા-રણવીરને મળવા આવ્યો

દીપિકા પાદુકોણે મુંબઈની HN રિલાયન્સ હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો છે. જોકે, અભિનેત્રી હજુ પણ તેની દીકરી સાથે હોસ્પિટલમાં છે. મોડી રાત્રે શાહરૂખ ખાન નવા માતા-પિતા દીપિકા પાદુકોણ અને રણવીર સિંહને મળવા હોસ્પિટલ પહોંચ્યો હતો. શાહરૂખ ખાનની કાર હોસ્પિટલમાં પ્રવેશતી અને બહાર નીકળતી જોવા મળી હતી. આ જોઈને ફેન્સ શાહરૂખ ખાનની પ્રશંસા કરી રહ્યા છે. ઘણા લોકોએ કહ્યું કે, શાહરૂખ ખાન તેની મિત્રતા નિભાવવામાં ક્યારેય પાછળ નથી રહેતો.

શાહરૂખ ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, એક્ટર હાલ ફિલ્મ 'કિંગ'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન તેની દીકરી સુહાના ખાન સાથે સ્ક્રીન શેર કરતો જોવા મળશે. આ પહેલા શાહરૂખ ખાન છેલ્લે ફિલ્મ 'ડંકી'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ રાજકુમાર હિરાણીએ ડિરેક્ટ કરી હતી. બીજી તરફ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ટૂંક સમયમાં ફિલ્મ 'સિંઘમ અગેઇન'માં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન રોહિત શેટ્ટી કરી રહ્યો છે.

આ સમાચાર શેર કરો