VIDEO: ફોટો ક્લિક કરાવવાના ચક્કરમાં શાહરૂખ ખાને વૃદ્ધને માર્યો ધક્કો! લોકો કહેવા લાગ્યા 'અહંકારી'
શાહરૂખ ખાનને બોલિવૂડનો બાદશાહ કહેવામાં આવે છે. અભિનેતાએ તેના જાદુથી લોકોના

શાહરૂખ ખાનને બોલિવૂડનો બાદશાહ કહેવામાં આવે છે. અભિનેતાએ તેના જાદુથી લોકોના દિલ જીતી લીધા છે. પછી તે એક્ટિંગ હોય કે તેનો નમ્ર સ્વભાવ. શાહરૂખની ફેન્ડમ માત્ર ભારત પુરતી સીમિત નથી પરંતુ તેમાં આખી દુનિયા સામેલ છે. તાજેતરમાં, અભિનેતા 77મા લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે સ્વિટ્ઝર્લેન્ડ ગયો હતો, જ્યાં તેને કરિયર અચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેના પર નેટીઝન્સે પ્રતિક્રિયા આપી હતી. એક તરફ જ્યાં શાહરૂખની ટીકા થઈ તો બીજી તરફ અન્ય લોકોએ તેનો બચાવ કર્યો હતો.
શાહરૂખ ખાન ટીકાનો સામનો કરી રહ્યો છે કારણ કે, નેટીઝન્સે જૂના મિત્ર સાથે તેની મસ્તીને ઘમંડ તરીકે ખોટું અર્થઘટન કર્યું હતું. લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલમાંથી શાહરૂખ ખાનનો એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે. વીડિયોમાં, અભિનેતા રેડ કાર્પેટ પર ઉભા રહેલા શટરબગ્સ માટે પોઝ આપતા જોઈ શકાય છે. શાહરૂખે કાળો પેન્ટસૂટ પસંદ કર્યો અને લોંગ હેરસ્ટાઈલ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો. આ વીડિયોએ ચારે તરફ હલચલ મચાવી દીધી છે, કારણ કે શાહરૂખ કેમેરા સામે પોઝ આપી રહ્યો હતો ત્યારે તેને એક વૃદ્ધ વ્યક્તિને ધક્કો મારતો જોઈ શકાય છે.
શું શાહરૂખે વૃદ્ધાને ધક્કો માર્યો?
આ વીડિયો સામે આવતાની સાથે જ શાહરૂખ ખાનની ટીકા થઈ રહી છે અને નેટીઝન્સ તેને 'અહંકારી' તરીકે ટેગ કરી રહ્યા છે. બીજી તરફ, અભિનેતાના કેટલાક ફેન્સ તેના સમર્થનમાં આવ્યા અને ખુલાસો કર્યો કે, વૃદ્ધ વ્યક્તિ શાહરૂખના જૂના મિત્રોમાંથી એક છે અને તેઓ માત્ર મજાક કરી રહ્યા હતા. એક યુઝરે લખ્યું- વાસ્તવમાં આ કોઈ મસ્તી ન હતી પરંતુ શાહરૂખનો અહંકાર હતો! જો વૃદ્ધે શાહરૂખ સાથે આવું કર્યું હોત તો? એક યુઝરે કોમેન્ટ કરી - તે તેના જૂના મિત્રોમાંથી એક છે. હવે નકારાત્મકતા ફેલાવવાની કોશિશ ન કરો.
શાહરૂખ ખાનને મળ્યું સન્માન
ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાનને લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં પાર્ડો અલ્લા કેરીએરા એસ્કોના-લોકાર્નો ટુરિઝમ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. હવે આ ઘટનાના અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. એક વીડિયોમાં શાહરૂખ એવોર્ડનું નામ ઉચ્ચારવા માટે હોસ્ટની મદદ લેતો જોવા મળ્યો હતો. તેણે મજાકમાં મેકર્સને આગલી વખતે નામ નાનું રાખવાનું પણ કહ્યું હતું.
શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મો
શાહરૂખ ખાને તેની ફિલ્મ 'ઝીરો' બાદ ચાર વર્ષનો બ્રેક લીધો હતો. પરંતુ તેણે 2023માં ત્રણ મોટી ફિલ્મો 'જવાન', 'પઠાણ' અને 'ડંકી' સાથે જોરદાર કમબેક કર્યું. આ ત્રણેય ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. તેના અપકમિંગ પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો અહેવાલ છે કે, શાહરૂખ અપકમિંગ ફિલ્મ 'કિંગ'માં જોવા મળશે, જેમાં તે તેની દીકરી સુહાના ખાન સાથે પહેલીવાર સ્ક્રીન શેર કરશે.








