શાહરૂખ ખાન સાથે કિંગમાં રોમાન્સ કરતી જોવા મળશે આ એક્ટ્રેસ, 5મી વખત ઓનસ્ક્રીન જોડી બનશે

શાહરૂખ ખાનના 60માં જન્મદિવસે ફેન્સને ટ્રીટ મળી છે. શાહરૂખ ખાને અપકમિંગ ફિલ્મ 'કિંગ'ની ઝલક બતાવી હતી. શાહરૂખ ખાને મુંબઇના એક ઓડિટોરિયમમાં ફેન્સ સાથે મુલાકાત કરી હતી અને ફિલ્મ સાથે જોડાયેલી એક્સાઇટિંગ ડિટેલ્સ શેર કરી છે.આ દરમિયાન દીપિકા પાદુકોણ સાથે પોતાની ઓનસ્ક્રીન લવસ્ટોરી વિશે પણ મહત્વનો ખુલાસો થયો છે.
દીપિકા પાદુકોણ સાથે રોમાન્સ કરતો જોવા મળશે શાહરૂખ ખાન
ફિલ્મના કોન્સેપ્ટ વિશે વાત કરતા શાહરૂખ ખાને કહ્યું, 'હું ફિલ્મની વાતા વધારે કહેવા માંગતો નથી. જેમ જેમ ફિલ્મ સાથે જોડાયેલી વસ્તુ સામે આવશે તમે ખુદ જાણી જશો કે આ ફિલ્મ ક્યા વિષય પર છે. ફિલ્મમાં કેટલાક રોલ છે.ફિલ્મનો અર્થ એમ જણાવવાનો છે કે જ્યારે આપણે વસ્તુઓને વધારે અંગત રીતે લઇએ છીએ તો આપણે મોટા નિર્ણય લઇએ છીએ. એવામાં આપણે વિચારવું જોઇએ કે જે કરી રહ્યા છીએ તે યોગ્ય છે કે નથી.'
શાહરૂખ ખાને કહ્યું, 'આપણે કિંગના કોઇ એક પક્ષમાં નહીં રહીયે. જો તમને અમારો વિચાર પસંદ આવે તો સાથ આપો નહીં તો ખરાબ કરતા રહો.' જ્યારે એક ફેન્સે બુમો પાડીને કહ્યું કે તે શાહરૂખને ઘણો પ્રેમ કરે છે તો કિંગખાને જવાબ આપતા કહ્યું, "મારી સાથે ફિલ્મમાં દીપિકા પાદુકોણ પણ છે તો પ્રેમ તો જરૂર થશે."
શાહરૂખ ખાન-દીપિકાની હિટ જોડી
દીપિકા પાદુકોણે પોતાની કરિયરની શરૂઆત શાહરૂખ ખાન સાથે ફરાહ ખાનની વર્ષ 2007માં આવેલી ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'થી કરી હતી. તે બાદ બન્નેએ સાથે મળીને કેટલીક સુપરહિટ ફિલ્મ આપી છે જેમાં ચેન્નાઇ એક્સપ્રેસ (2013), હેપ્પી ન્યૂ યર (2014), પઠાણ (2023), જવાન (2023), તેની ઓન સ્ક્રીન જોડી આજે પણ બોલિવૂડની સૌથી પસંદગીની જોડીઓમાંથી એક ગણાય છે.
કિંગમાં શાહરૂખ ખાન સાથે આ સેલેબ્સ પણ જોવા મળશે
કિંગમાં દીપિકા પાદુકોણની સાથે સાથે અભય વર્મા, અરશદ વારસી, અભિષેક બચ્ચન, જયદીપ અહલાવત અને રાઘવ જુયાલ પણ જોવા મળશે. રાની મુખરજી,અનિલ કપૂર,જેકી શ્રોફ, સૌરભ શુકલા,અક્ષય ઓબેરોય અને કરણવીર મલ્હોત્રા પણ ફિલ્મમાં જોવા મળી શકે છે. સૌથી ખાસ વાત આ છે કે શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન આ ફિલ્મમાં તેની શિષ્યના રોલમાં જોવા મળશે જ્યારે અભિષેક બચ્ચન વિલનના રૂપમાં જોવા મળશે.

