મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

'મને કોઈ લગાવ નથી...!': કંગના રનૌતના થપ્પડની ઘટના પર શબાના આઝમીનું નિવેદન થયું વાયરલ

કંગના રનૌતને મરવામાં આવેલા થપ્પડની ઘટનાની સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી છે. ચંદીગઢ એરપોર્ટ

'મને કોઈ લગાવ નથી...!': કંગના રનૌતના થપ્પડની ઘટના પર શબાના આઝમીનું નિવેદન થયું વાયરલ

કંગના રનૌતને મરવામાં આવેલા થપ્પડની ઘટનાની સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી છે. ચંદીગઢ એરપોર્ટ પર CISF કોન્સ્ટેબલ કુલવિંદર કૌરે કંગનાને થપ્પડ મારી દીધી હતી, જે બાદ આ મામલે હોબાળો થયો હતો. કુલવિંદરે કંગનાને થપ્પડ મારવાની ઘટના પર સોશિયલ મીડિયા બે ભાગમાં વહેંચાયેલું છે. કોઈએ અભિનેત્રી અને સાંસદ કંગનાના સમર્થનમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા તો કોઈએ કુલવિંદરના પક્ષમાં વિચારો વ્યક્ત કર્યા. ચાહકોની સાથે સાથે બોલિવૂડ સેલિબ્રિટીઓએ પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે.

'આપણામાંથી કોઈ સુરક્ષિત નથી'

પૂર્વ બોયફ્રેન્ડ અધ્યયન સુમનથી લઈને પીઢ અભિનેતા અનુપમ ખેરે કંગનાની થપ્પડની ઘટના પર પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. શબાના આઝમીએ પણ CISF કોન્સ્ટેબલની કાર્યવાહી પર પ્રતિક્રિયા આપી છે. તેણે લખ્યું, 'મને #કંગના રનૌત માટે કોઈ લગાવ નથી,  પરંતુ હું મારી જાતને આ "થપ્પડ" ની ઉજવણી કરતાં ગ્રૂપમાં સામેલ કરી શક્તી નથી.  જો સુરક્ષાકર્મીઓ કાયદો પોતાના હાથમાં લેવાનું શરૂ કરશે તો આપણામાંથી કોઈ સુરક્ષિત નહીં રહે.

શેખર સુમન અને અધ્યયન સુમને આવી પ્રતિક્રિયા આપી

આ ઘટના પર શેખર સુમન અને અધ્યાન સુમને પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. શેખર સુમને કહ્યું, "તે ખોટું છે, તે ખૂબ જ ખોટું છે. આવું કોઈની સાથે ન થવું જોઈએ. કોઈને આ કરવાનો અધિકાર નથી. તે લેડી કોન્સ્ટેબલે જે કર્યું તે ગેરકાયદેસર છે. આ માટે તેને સજા મળવી જોઈએ." હું સમજી શકું છું તેની અંદર ગુસ્સો હશે, પરંતુ તેણે જે રીતે તે વ્યક્ત કર્યું તે ખોટું છે. શેખરની બાજુમાં ઊભેલા અધ્યયનને તેના પિતાની વાત સાથે માથું હલાવીને સંમત થતો જોવા મળ્યો.

instagram.com/reel/C76__PMIOfL

અનુપમ ખેરે પણ ગુસ્સો વ્યક્ત કર્યો હતો

કંગના રનૌતની જીત પર સૌપ્રથમ અભિનંદન પાઠવનાર અનુપમ ખેરે પણ આ ઘટનાનો વિરોધ કર્યો છે. "મને ખૂબ જ દુઃખ થાય છે," પોતાના પદનો ગેરલાભ ઉઠાવી મહિલા દ્વારા મહિલા સાથે આ પ્રકારની કાર્યવાહી તદ્દન ખોટી છે.

અનુપમ ખેરે વધુમાં કહ્યું કે, "આની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ." તેમનો ગુસ્સો ભલે ગમે તેટલો હોય, પરંતુ  હોદ્દા કે પદનો લાભ લઈને આવું ન કરવું જોઈએ.

રામ ગોપાલ વર્માએ આ વાત કહી

ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્માએ પણ આ ઘટનાની નિંદા કરી છે. તેમણે X પ્લેટફોર્મ પર લખ્યું, 'કંગના રણૌતને થપ્પડ મારનાર CISF કોન્સ્ટેબલ એક સુરક્ષા કર્મચારી છે. પોતાના હોદ્દાનો ફાયદો ઉઠાવીને તેણે આ ઘટનાને અંજામ આપ્યો હતો. વિરોધ સંબંધિત ટિપ્પણીઓના નામે તમારી ક્રિયાઓનો બચાવ કરવો ખોટું છે.

આ સમાચાર શેર કરો