મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

શાહરૂખ ખાનની સુપરહિટ ફિલ્મની સીક્વલની તૈયારીઓ શરૂ, લેખકે કર્યુ કન્ફર્મ

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવીને તગડું કલેક્શન એકઠું કર્યું હતું. હવે આ

શાહરૂખ ખાનની સુપરહિટ ફિલ્મની સીક્વલની તૈયારીઓ શરૂ, લેખકે કર્યુ કન્ફર્મ

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવીને તગડું કલેક્શન એકઠું કર્યું હતું. હવે આ ફિલ્મની સીક્વલની તૈયારી થઇ રહી છે. ફિલ્મના લેખક અબ્બાસ ટાયરવાલાએ કન્ફર્મ કર્યું છે કે પઠાણ ટુની સ્ક્રિપ્ટ તૈયાર થઇ ગઇ છે અને જલદી શૂટિંગ શરૂ થશે.

પઠાણ-2ની સ્ક્રિપ્ટ તૈયાર

અબ્બાસ ટાયરવાલાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, પઠાણ-ટુની સ્ક્રિપ્ટ પુરી થઇ ગઇ છે. જોકે, આ ફિલ્મના ડાયલોગ પર હજુ થોડું કામ બાકી છ તે પણ જલદી પુરૂ થઇ જશે. શાહરૂખ ખાન ફરી એક વખત રોના એજન્ટ તરીકે રૂપેરી પડદે જોવા મળશે.

જોકે, પઠાણ ટુ ફિલ્મની રિલીઝ વિશે કોઇ જાણકારી આપવામાં આવી નથી. પઠાણે વર્લ્ડવાઇડ 1050 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ ફિલ્મમાં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ સાથે જ્હોન અબ્રાહમ જોવા મળ્યો હતો.

આ સિવાય સ્ક્રિપ્ટ રાઇટરે ઋતિક રોશનની અપકમિંગ ફિલ્મ 'વૉર-2' પર જાણકારી આપી હતી અને કહ્યું કે ફિલ્મનું શૂટિંગ થઇ રહી છે.

'વૉર-2' ક્યારે થશે રિલીઝ?

'વૉર-2'માં ઋતિક રોશન સાથે કિયારા અડવાણી જોવા મળશે. સાઉથ સુપરસ્ટાર જૂનિયર એનટીઆરને વિલનના રોલમાં લેવામાં આવ્યો છે. આ ફિલ્મ 14 ઓગસ્ટ 2025એ થિયેટરમાં રિલીઝ થશે. આ ફિલ્મ પણ YRFની સ્પાઇ યૂનિવર્સનો જ ભાગ છે. એવામાં બની શકે છે કે આ ફિલ્મના રિલીઝ થયા બાદ જ 'પઠાણ 2' પર  વધુ જાણકારી સામે આવી શકે છે.

આ સમાચાર શેર કરો