મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

વાયનાડમાં તબાહીનું દ્રશ્ય જોઈ સાઉથ એક્ટર મોહનલાલે કરી મદદની જાહેરાત, આપ્યા આટલા કરોડ રૂપિયા

કેરળના વાયનાડમાં કુદરતનો કહેર યથાવત છે. ભૂસ્ખલનમાં સેંકડોથી વધુ લોકોના મોત

વાયનાડમાં તબાહીનું દ્રશ્ય જોઈ સાઉથ એક્ટર મોહનલાલે કરી મદદની જાહેરાત, આપ્યા આટલા કરોડ રૂપિયા

કેરળના વાયનાડમાં કુદરતનો કહેર યથાવત છે. ભૂસ્ખલનમાં સેંકડોથી વધુ લોકોના મોત થયા છે અને એટલી જ સંખ્યામાં લોકો ગુમ છે. રેસ્ક્યુ ટીમનું સર્ચ ઓપરેશન ચાલુ છે. આ દરમિયાન સાઉથના સુપરસ્ટાર મોહનલાલે આર્મી યુનિફોર્મમાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેઓ 122 ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલનો હોદ્દો ધરાવે છે. ત્યાં તબાહીનું દ્રશ્ય જોઈને તેમનું હૃદય દુઃખી થઈ ગયું અને તેમણે રાહત ફંડ માટે 3 કરોડ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી. આ પહેલા સાઉથની અભિનેત્રી નયનતારા અને તેના પતિ વિગ્નેશ શિવાને પણ લાખો રૂપિયાનું દાન કર્યું હતું.

મોહનલાલે પોતાના પ્રવાસની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે, 'વાયનાડમાં તબાહી એક ઊંડો ઘા છે, જેને સાજા થવામાં સમય લાગશે. દરેક ઘરનો વિનાશ અને જીવનનું અસ્ત-વ્યસ્ત થવું એ એક વ્યક્તિગત દુર્ઘટના છે.

3 કરોડનું દાન અને શાળાનું પુનઃનિર્માણ કરવાની જાહેરાત

અભિનેતાએ તાત્કાલિક રાહત અને પુનર્નિર્માણના પ્રયત્નો માટે રૂ. 3 કરોડનું દાન આપવાનું વચન આપ્યું હતું. તે મુંદક્કઈમાં એક શાળાનું પુનઃર્નિર્માણ પણ કરશે. તેણે લખ્યું, 'મારી 122 ઇન્ફેન્ટ્રી બટાલિયન, ટીએ મદ્રાસ અને બચાવ ટીમના સૈનિકોના સાહસિક પ્રયાસોને જોઈ ખૂબ જ ભાવુક હતી. તેમનું નિઃસ્વાર્થ સમર્પણ આશાનું કિરણ જગાવે છે. સાથે મળીને આપણે પુનઃર્નિર્માણ કરીશું, સ્વસ્થ થઈશું અને મજબૂત બનીશું.

ભૂસ્ખલનમાં 300થી વધુ લોકોએ ગુમાવ્યા જીવ

ગયા અઠવાડિયે, વાયનાડમાં વિનાશક ભૂસ્ખલન થયું હતું, જેમાં 300થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઘટનાસ્થળે ફસાયેલા લોકોને બચાવવા માટે બચાવકર્મીઓ અથાક મહેનત કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો