વધુ ભવ્ય હશે કપિલ શર્માના શોની બીજી સિઝન, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકો છો નવો એપિસોડ
કોમેડિયન કપિલ શર્માએ ટીવી પછી ઓટીટી પર પોતાનો કબજો જમાવ્યો છે. કપિલ શર્

કોમેડિયન કપિલ શર્માએ ટીવી પછી ઓટીટી પર પોતાનો કબજો જમાવ્યો છે. કપિલ શર્માએ ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ સાથે નેટફ્લિક્સમાં એન્ટ્રી કરી હતી. સુનીલ ગ્રોવર લાંબા સમય પછી આ શોમાં કપિલ સાથે જોવા મળ્યો હતો. લોકોને પહેલો શો બહુ ગમ્યો ન હતો. કપિલ અને સુનીલની જોડી શોને ટીઆરપી અપાવી શકી ન હતી જે ટીવી શોને મળતી હતી. પહેલી સિઝન બાદ હવે કપિલ શર્મા પોતાના શોની બીજી સિઝન લઈને આવી રહ્યો છે. બીજી સિઝનનો પહેલો એપિસોડ ક્યારે રિલીઝ થશે તેની માહિતી પણ કપિલે સોશિયલ મીડિયા પર આપી છે.
કપિલ શર્માના શોની પહેલી સિઝન 21 ફેબ્રુઆરીથી નેટફ્લિક્સ પર આવી હતી. હવે તેની બીજી સિઝન આવી રહી છે. કપિલે શેર કરેલા વીડિયોમાં તે આખી ટીમ સાથે મસ્તી કરતો અને ડેટ વિશે વાત કરતો જોવા મળી રહ્યો છે.
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો ક્યારે અને ક્યાં જોઈ શકાશે
કપિલ શર્માના શોમાં તેની સાથે કૃષ્ણા અભિષેક, રાજીવ ઠાકુર, કીકુ શારદા, સુનીલ ગ્રોવર અને અર્ચના પુરણ સિંહ જોવા મળશે. વીડિયોમાં તેણે દર્શકોને વચન આપ્યું છે કે, આ વખતે લોકો હસશે. શનિવાર હવે ફનીવાર બનશે. વીડિયો શેર કરતા કપિલે લખ્યું- અમે તમારા શનિવારને ફનીવાર બનાવવા માટે 21 સપ્ટેમ્બરથી આવી રહ્યા છીએ. દર શનિવાર અને શુક્રવારે માત્ર નેટફ્લિક્સ પર ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ જોવા માટે તૈયાર રહો.
કપિલ શર્માના શોની પહેલી સિઝનમાં દિલજીત દોસાંઝ, નીતુ કપૂર, પરિણીતિ ચોપરા, રણબીર કપૂર, વિકી કૌશલ, સની કૌશલ, આમિર ખાન સહિત ઘણા કલાકારો ખાસ મહેમાન તરીકે આવ્યા હતા. જેની સાથે કપિલ શર્મા અને તેની આખી ટીમ ખૂબ જ મસ્તી કરતા જોવા મળી હતી.






