Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : 'Sayyaraa' re-released before Valentine's Day, fans will have fun

વેલેન્ટાઇન-ડે પહેલા ફરીથી રિલીઝ થઈ 'સૈયારા', ચાહકોને પડશે મજા

Timeછેલ્લું અપડેટ : 07 Feb 2026
લાઇવ ટીવીGoogle News
વેલેન્ટાઇન-ડે પહેલા ફરીથી રિલીઝ થઈ 'સૈયારા', ચાહકોને પડશે મજા
સોર્સ : GSTV

ડાયરેક્ટર મોહિત સૂરીની ફિલ્મ 'સૈયારા' રિલીઝ થતાં બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ હતી. લવ સ્ટોરી વાળી આ ફિલ્મને શાનદાર રિસ્પોન્સ મળ્યો હતો. તેવામાં હવે સૈયારાને રિ-રિલીઝ કરવામાં આવી છે. અહાન પાંડે અને અનિત પડ્ડાની આ રોમેન્ટિક ફિલ્મ વેલેન્ટાઇન-ડે 2026 પહેલા ફરીથી રિલીઝ કરાઈ છે, ત્યારે ફિલ્મ જોવાનું ચૂકી ગયેલા ફેન્સ હવે મોટા પડદા પર લવ સ્ટોરી નીહાળી શકશે. આ ફિલ્મ 18 જુલાઈ, 2025ના રોજ રિલીઝ થઈ હતી.

App Store

રિ-રિલીઝ થઈ સૈયારા

વેલેન્ટાઇન ડે પહેલા સૈયારા 7થી 13 ફેબ્રુઆરી, 2026 સુધી સિનેમાઘરોમાં ફરીથી જોવા મળશે. આ રોમેન્ટિક ફિલ્મ મુંબઈ, દિલ્હી, બેંગલુરુ, પુણે અને અન્ય શહેરોમાં મર્યાદિત શો સાથે રિલીઝ કરવામાં આવી છે, જેનાથી ચાહકોને આ લવ સ્ટોરી ફરીથી જોવાની તક મળી છે. 

અહાન પાંડે અને અનિત પડ્ડાની ડેબ્યૂ ફિલ્મ

અહાન પાંડે અને અનિત પડ્ડાએ ફિલ્મ સૈયારાથી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. ફિલ્મ રિલીઝ થયા પછી નેટીઝન્સે આ જોડીની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રીની પ્રશંસા કરી હતી. ફિલ્મ પછી આ જોડી ઝડપથી ચર્ચામાં આવી હતી. 

સૈયારા ફિલ્મનું કલેક્શન

સૈયારા એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે. 156 મિનિટની આ ફિલ્મનું બજેટ રૂ.45 કરોડ હતું અને તેણે બોક્સ ઓફિસ પર રૂ.579 કરોડની કમાણી કરી હતી.