મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

મા નરગિસને યાદ કરીને સંજય દત્તે શેર કરી તસવીર, લખી ઈમોશનલ નોટ

નરગિસ દત્ત તેના સમયની શ્રેષ્ઠ અભિનેત્રી રહી છે. તેણે ઘણી ફિલ્મો આપી છે અને પોતાન

મા નરગિસને યાદ કરીને સંજય દત્તે શેર કરી તસવીર, લખી ઈમોશનલ નોટ

નરગિસ દત્ત તેના સમયની શ્રેષ્ઠ અભિનેત્રી રહી છે. તેણે ઘણી ફિલ્મો આપી છે અને પોતાના અભિનયથી લોકોના દિલ પર રાજ કર્યું છે. સંજય દત્ત તેની માતાના દિલની ખૂબ નજીક હતો. તે ઘણીવાર તેની માતાને યાદ કરે છે અને તેના માટે ઈમોશનલ પોસ્ટ પણ શેર કરે છે. આજે નરગિસ દત્તની બર્થ એનિવર્સરી છે અને આ ખાસ પ્રસંગે સંજય દત્તે તેના માટે એક પોસ્ટ શેર કરી છે.

સંજય દત્તે મા નરગિસ સાથેનો ફોટો શેર કર્યો

આજે એટલે કે 1લી જૂને સંજય દત્તની મા અને બોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંથી એક નગરિસનો બર્થડે છે. હવે આ ખાસ અવસર પર સંજય દત્તે નરગિસ દત્તનો જૂનો ફોટો શેર કર્યો છે. આ પોસ્ટમાં નરગિસ દત્તની બે તસવીરો છે. પહેલા ફોટોમાં સંજય દત્ત તેની મા સાથે ઉભો દેખાય છે, જ્યારે બીજા ફોટોમાં નરગિસ દત્તનો સોલો ફોટો છે. બંને ફોટા બ્લેક એન્ડ વ્હાઇટ છે. સંજય દત્તે ફોટોની સાથે એક ઈમોશનલ નોટ પણ શેર કરી છે.

સંજય દત્તે તેની મા માટે પોસ્ટમાં લખ્યું...

સંજય દત્તે લખ્યું, 'જન્મદિવસની શુભકામનાઓ મા, હું તમને દરરોજ, દરેક મિનિટ, દરેક સેકન્ડે યાદ કરું છું, કાશ તમે મારી સાથે હોત અને એવું જ જીવન જીવતા જેવું તમે ઈચ્છતા હતા. હું આશા રાખું છું કે તમને મારા પણ ગર્વ થાય. મમ્મી , હું તમને પ્રેમ કરું છું અને યાદ કરું છું. સંજય દત્તની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને લોકો તેને યાદ કરી રહ્યા છે.

આ રીતે શરૂ થઈ હતી નરગિસ અને સુનીલ દત્તની સ્ટોરી

ઉલ્લેખનીય છે કે, નરગિસ દત્તે 3 મે 1981ના રોજ દુનિયાને અલવિદા કહી દીધું હતું. ત્રણ દાયકાની પોતાની કારકિર્દીમાં તેણે ઘણી ફિલ્મો આપી છે. નરગિસ દત્ત અને સુનીલ દત્તની લવસ્ટોરીની વાત કરીએ તો તેમની કહાની એક ફિલ્મના સીન દરમિયાન શરૂ થઈ હતી. ખરેખર, ફિલ્મના એક સીન દરમિયાન સેટ પર આગ લાગી હતી. નરગિસ દત્ત તેમાં ફસાઈ ગઈ હતી. આવી સ્થિતિમાં સુનીલ દત્ત તેને બચાવવા આગમાં કૂદી પડ્યા હતા. આ પછી તેમની મિત્રતા ગાઢ બની અને પછી તેઓ પ્રેમમાં પડ્યા અને લગ્ન કરી લીધા.

આ સમાચાર શેર કરો