મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

સમીર સોનીએ કલાકારોની વધતી ફી માટે ફરાહ ખાન અને કરણ જોહરને ગણાવ્યા જવાબદાર, કહ્યું...

સપોર્ટિંગ રોલમાં જોવા મળતા જાણીતા એક્ટર સમીર સોનીએ તાજેતરમાં જ કલાકારોની ફી વ

સમીર સોનીએ કલાકારોની વધતી ફી માટે ફરાહ ખાન અને કરણ જોહરને ગણાવ્યા જવાબદાર, કહ્યું...

સપોર્ટિંગ રોલમાં જોવા મળતા જાણીતા એક્ટર સમીર સોનીએ તાજેતરમાં જ કલાકારોની ફી વધારા પર ખુલીને વાત કરી હતી. સમીરે બોલિવૂડમાં સેટ્સ પર કલાકારોને જે રીતે લક્ઝુરિયસ ટ્રીટમેન્ટ મળે છે અને તેમાં થતા ખર્ચ અંગે પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. સમીરે કહ્યું- કોરિયોગ્રાફર અને પ્રોડ્યુસર-ડિરેક્ટર ફરાહ ખાન અને કરણ જોહર ઇન્ડસ્ટ્રીના બે એવા લોકો છે જે એક્ટર્સને જોઈ એટલી કિંમત આપે છે. બોલિવૂડની ફિલ્મો ન તો કમાણી કરી શકે છે અને ન તો રિટર્ન્સ મેળવવામાં સક્ષમ છે.

સમીરે કર્યો ખુલાસો

સમીર છેલ્લે વેબ સીરિઝ 'મેડ ઇન હેવન'માં જોવા મળ્યો હતો. ઉજ્જવલ ત્રિવેદી સાથેની વાતચીતમાં સમીરે કહ્યું- હું ફરાહ અને કરણને કહેવા માંગુ છું કે જો ફિલ્મ બનાવવામાં તમારો ખર્ચ વધી રહ્યો છે તો તેના માટે તમે લોકો જવાબદાર છો. તમે પોતે 100 કરોડ રૂપિયામાં એક સ્ટારને સાઇન કરો છો અને પછી તમે પોતે જ કહી રહ્યા છો કે એક્ટર્સ ઘણી ફી માગે છે. કંઈક તો અભાવ તમારામાં પણ છે. નહિંતર, એવા ઘણા કલાકારો છે જે 1 કરોડ અથવા 50 લાખ રૂપિયામાં પણ કામ કરી શકે છે.

કરણે પોતાનો પક્ષ રજૂ કર્યો

થોડા સમય પહેલા કરણ જોહરે કલાકારોના સેટ પર મુસાફરી અને રહેવાના ખર્ચ વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે, ટોચના કલાકારો ખૂબ ઊંચી ફી માગે છે. તેની સાથે ફરાહ ખાન પણ હતી. ફરાહે કહ્યું હતું કે, પહેલા તો ફિલ્મ બનાવવામાં આટલા પૈસા ખર્ચવામાં આવે છે, તેના ઉપરથી કલાકારો આટલી ફી માગે છે. એક ફિલ્મ બનાવવામાં કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે. કેટલીકવાર વસ્તુઓમાં પૈસા પણ વેડફાય છે.

રાજીવે આ વાત કહી હતી

અભિનેતા રાજીવ ખંડેલવાલે પણ કરણ જોહર અને ફરાહ ખાન દ્વારા સ્ટાર્સની વધેલી ફી પર કહ્યું હતું - ‘જે કલાકારો 35 કરોડ રૂપિયા ચાર્જ કરી રહ્યા છે, તેમની ફિલ્મો 3.5 કરોડ રૂપિયાની ઓપનિંગ પણ નથી કરી શકતી. આ લોકો કલાકારોને આટલી ફી આપવા માટે કેવી રીતે સંમત થાય છે? 35 ના, હું તો તેમને 30 કરોડ રૂપિયા પણ ન આપું. પહેલા આ જ લોકો 25 કરોડ રૂપિયાની માગ કરતા હતા. તે સમયે ચાલી જતું હતું, કારણ કે લોકોને બોલિવૂડની ફિલ્મો પસંદ આવતી હતી, પરંતુ હવે 35 કરોડ રૂપિયા સાથે પણ તેમની ફિલ્મો ચાલી રહી નથી. પહેલા તો તમે કલાકારોને માગે એટલી કિંમત ચૂકવો, પછી ઇન્ટરવ્યુમાં આવીને તેમની વધેલી ફી અને પગાર વિશે વાત કરો. આ યોગ્ય નથી.’

આ સમાચાર શેર કરો