મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

સામંથા રૂથ પ્રભુની લાઇફમાં ફરી આવ્યો પ્રેમ, આ ફેમસ ડિરેક્ટરને ડેટ કરી રહી છે સિટાડેલ અભિનેત્રી!

અભિનેત્રી સામંથા રૂથ પ્રભુનું અંગત જીવન હંમેશા સમાચારોમાં રહે છે

સામંથા રૂથ પ્રભુની લાઇફમાં ફરી આવ્યો પ્રેમ, આ ફેમસ ડિરેક્ટરને ડેટ કરી રહી છે સિટાડેલ અભિનેત્રી!

અભિનેત્રી સામંથા રૂથ પ્રભુનું અંગત જીવન હંમેશા સમાચારોમાં રહે છે. અભિનેત્રીએ નાગા ચૈતન્ય સાથે લગ્ન કર્યા હતા. પરંતુ તેઓ થોડા વર્ષો પછી અલગ થઈ ગયા. હવે નાગા ચૈતન્યએ અભિનેત્રી શોભિતા ધુલીપાલા સાથે સગાઈ કરી લીધી છે. તેમની સગાઈની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ દરમિયાન હવે સામંથા રૂથ પ્રભુની લવ લાઈફ વિશે પણ સમાચાર આવી રહ્યા છે. એવા અહેવાલો છે કે, અભિનેત્રી આગળ વધી ગઈ છે.

કોને ડેટ કરી રહી છે સામંથા?

Reddit પરના અહેવાલો અનુસાર, સામંથા રૂથ પ્રભુ ડિરેક્ટર રાજ નિદિમોરુને ડેટ કરી રહી હોવાની અફવા છે. એવા અહેવાલો છે કે, તેઓ એકબીજાના પ્રેમમાં છે. સામંથા અને રાજ વેબ શોમાં સાથે કામ કરી રહ્યા છે. સામંથાએ રાજના શો ‘ધ ફેમિલી મેન 2’થી તેનું OTT ડેબ્યૂ કર્યું હતું અને હવે તે તેના શો ‘સિટાડેલ’માં જોવા મળે છે. ‘ધ ફેમિલી મેન 2’માં સામંથાને ખૂબ પસંદ કરવામાં આવી હતી. અભિનેત્રી એક્શન કરતી જોવા મળી હતી. હવે ફેન્સ પણ ‘સિટાડેલ’ને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી આ અંગે સામંથા અને રાજ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

સામંથા અને નાગાની વાત કરીએ તો બંનેએ 2017માં લગ્ન કર્યા હતા. લગ્નના ચાર વર્ષ બાદ 2021માં બંને અલગ થઈ ગયા હતા. તેમના અલગ થવાથી ફેન્સને આઘાત લાગ્યો હતો. આ પછી સામંથા એકદમ ભાંગી પડી હતી. 2022માં તેણે જણાવ્યું કે, તે માયોસિટિસ નામની બીમારીથી પીડિત છે. ત્યારથી અભિનેત્રીએ પોતાની જાતને મજબૂત બનાવી રાખી છે. તેણે થોડા સમય માટે કામમાંથી બ્રેક પણ લીધો હતો. હવે તે ફરી એક્શનમાં આવી ગઈ છે. ‘સિટાડેલ’ની વાત કરીએ તો તેમાં અભિનેતા વરુણ ધવન પણ જોવા મળશે. આ શોનું ટીઝર પણ રિલીઝ થઈ ગયું છે. ફેન્સને ટીઝર ઘણું પસંદ આવ્યું.

આ સમાચાર શેર કરો