સલમાનની એક્સ ભાભીને ફરી થયો પ્રેમ, પતિથી છૂટાછેડા લીધા અને હવે એક્સ મંગેતરને કરી રહી છે ડેટ
સોહેલ ખાનથી અલગ થયા બાદ સીમા સજદેહના જીવનમાં અન્ય વ્યક્તિની એન્ટ્રી થઈ છે. સીમાએ પોતે આ વાતનો ખુ

સોહેલ ખાનથી અલગ થયા બાદ સીમા સજદેહના જીવનમાં અન્ય વ્યક્તિની એન્ટ્રી થઈ છે. સીમાએ પોતે આ વાતનો ખુલાસો કર્યો છે. સીમા સજદેહ હાલમાં જ શો ‘ફેબ્યુલસ લાઈવ્સ ઑફ બોલિવૂડ વાઈવ્સ’માં જોવા મળી હતી. આ શો દરમિયાન તેણે લગ્ન, છૂટાછેડા અને તે પછીના જીવનમાં આગળ વધવા વિશે ખુલીને વાત કરી હતી. સીમા ઉપરાંત મહિપ કપૂર, ભાવના પાંડે અને નીલમ કોઠારી પણ ‘ફેબ્યુલસ લાઈવ્સ ઑફ બોલિવૂડ વાઈવ્સ’માં જોવા મળી છે. આ બધાએ શો દરમિયાન તેમના જીવનના રહસ્યો જાહેર કર્યા હતા.
સીમા સજદેહે સિઝન 3ના છેલ્લા એપિસોડમાં જણાવ્યું હતું કે, તે હવે જીવનમાં આગળ વધી ગઈ છે અને વિક્રમ આહુજા નામના વ્યક્તિને ડેટ કરી રહી છે. સીમાએ તેના નજીકના મિત્રોને પણ વિક્રમ વિશે જણાવ્યું છે અને તેમનો પરિચય પણ કરાવ્યો છે. તેણે એ પણ જણાવ્યું કે, સોહેલ ખાન સાથે લગ્ન કરતા પહેલા સીમાએ વિક્રમ સાથે સગાઈ કરી હતી. જોકે, બાદમાં તેને સોહેલ સાથે પ્રેમ થયો અને તેની સાથે લગ્ન કર્યા.
24 વર્ષ પછી તૂટ્યો સંબંધ
સોહેલ ખાન અને સીમા સજદેહ વચ્ચેનો સંબંધ લગભગ 24 વર્ષ સુધી ચાલ્યો. બંનેએ વર્ષ 1998માં લગ્ન કર્યા હતા. બંને એકબીજાના પ્રેમમાં પડ્યાં, ત્યારપછી તેઓએ સંબંધને આગળ વધાર્યો અને લગ્ન કરવાનો નિર્ણય લીધો. તે સમયે બંને ખૂબ નાના હતા. જોકે, વર્ષ 2022માં સોહેલ અને સીમાએ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું. આ પહેલા બંને એક વર્ષ સુધી એકબીજાથી અલગ રહેતા હતા.
બે બાળકોના પેરેન્ટ્સ છે સીમા-સોહેલ
સીમા અને સોહેલને બે બાળકો છે, યોહાન અને નિર્વાણના પેરેન્ટ્સ છે. તેમના સંબંધોનો અંત આવ્યો હોવા છતાં, સીમા અને સોહેલ હજી પણ તેમના બંને દીકરાની સાથે મળીને સંભાળ રાખે છે. નિર્વાણ 23 વર્ષનો છે અને યોહાન તેના કરતા નાનો છે.






