‘સિકંદર’માં સલમાનનો ડબલ રોલ, 10,000 પિસ્તોલ સાથે એક્શન સીન, ચાર્ટર્ડ પ્લેનમાં વિલનના દીકરા સાથે લડાઈ
સલમાન ખાન અને એઆર મુરુગાદોસની એક્શનથી

સલમાન ખાન અને એઆર મુરુગાદોસની એક્શનથી ભરપૂર થ્રિલર ફિલ્મ 'સિકંદર' વિશે સતત અપડેટ્સ સામે આવવાને કારણે ફેન્સની ઉત્સુકતા વધી રહી છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે, આ ફિલ્મમાં સલમાન ખાન ડબલ રોલમાં જોવા મળશે. હવે સમાચાર છે કે, 22 ઓગસ્ટથી શરૂ થનારા વિશેષ એક્શન સિક્વન્સ માટે લગભગ 10,000 પિસ્તોલ અને ગોળીઓનો ઓર્ડર આપવામાં આવ્યો છે. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, સલમાન તેની આગામી ફિલ્મ 'સિકંદર'માં એક બિઝનેસમેનની ભૂમિકા ભજવી રહ્યો છે, જે સમાજમાં પોતાના સારા કામ માટે જાણીતો છે અને તેની સાથે 'દબંગ'માં પણ તેની ભૂમિકા છે. રિપોર્ટ અનુસાર, ટીમ 22 ઓગસ્ટથી શાનદાર એક્શન સિક્વન્સની તૈયારી કરી રહી છે.
40-દિવસના શેડ્યૂલમાં શૂટ થશે હાઈ-ઓક્ટેન સિક્વન્સ
એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ સિક્વન્સને રોમાંચથી ભરપૂર બનાવવા માટે ઘણી તૈયારીઓ કરવામાં આવી છે અને તેથી લગભગ 10,000 ગોળીઓ અને પિસ્તોલનો ઓર્ડર આપવામાં આવ્યો છે. આ હાઈ-ઓક્ટેન સિક્વન્સ 40 દિવસના શેડ્યૂલમાં શૂટ કરવામાં આવશે. અહેવાલો અનુસાર, ફિલ્મ નિર્માતાઓ એક સારા વ્યક્તિની ભૂમિકામાં મુખ્ય અભિનેતાને દર્શાવતા હાઇ-ઓક્ટેન એક્શન સિક્વન્સ સાથે દર્શકોને આકર્ષિત કરવાની યોજના બનાવી રહ્યા છે.
વિલનના પુત્ર સાથે જોરદાર લડાઈનું દ્રશ્ય
અહેવાલ છે કે, પહેલા શેડ્યૂલ દરમિયાન, સલમાન ખાને પર્સનલ ચાર્ટર્ડ પ્લેનમાં વિલનના દીકરા સાથે જોરદાર લડાઈનું દ્રશ્ય શૂટ કર્યું હતું. 'બાહુબલી' સ્ટાર સત્યરાજે ફિલ્મની એક્શન સિક્વન્સમાં ચાર ચાંદ લગાવી દીધા છે.
ફિલ્મ 'સિકંદર' માટે સંપૂર્ણપણે કમિટેડ છે સલમાન
ઉલ્લેખનીય છે કે, સલમાન તેની આગામી ફિલ્મ 'સિકંદર' માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે, જે 2025ની ઈદ પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મના શૂટિંગને કારણે તેણે છેલ્લા બે મહિનાથી બીજા ઘણા પ્રોજેક્ટ્સથી દૂરી બનાવી લીધી છે.






