સલમાન ખાનને જેલમાં જોઈને ખૂબ રડી હતી મા સલમા, પિતા સલીમની થઈ હતી આવી હાલત
સલમાન ખાન એવા બોલિવૂડ સ્ટાર્સમાં સામેલ છે જેમણે જે

સલમાન ખાન એવા બોલિવૂડ સ્ટાર્સમાં સામેલ છે જેમણે જેલ પણ ભોગવી છે. સલમાન ખાન પોતાની એક્ટિંગ અને ફિલ્મો સિવાય પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહ્યો છે. તેના ઘણા અફેર હતા. સલમાનનું નામ પણ અનેક વિવાદોમાં જોડાયેલું છે. કાળિયાર શિકાર કેસમાં સલમાન જેલ ગયો છે. તેને ઘણી વખત જેલના ચક્કર લગાવવા પડ્યા છે. આ કેસમાં જોધપુર હાઈકોર્ટે તેને પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી. સલમાનને અકસ્માત કેસમાં જેલ પણ જવું પડ્યું હતું. એકવાર અભિનેતાના પિતા સલીમ ખાન અને તેની માતા સલમા ખાન તેને જેલમાં મળવા આવ્યા, ત્યારે અભિનેતાની માતા તેના દીકરા સલમાનને જોતા જ રડવા લાગી.
સલીમે કહ્યું- પાણી પીતી વખતે પણ ગિલ્ટ થતો હતો
સલીમ ખાન એકવાર નિલેશ મિશ્રાની 'ધ સ્લો'માં જોવા મળ્યા હતા. પછી તેમણે કહ્યું હતું કે, 'જ્યારે સલમાન ખાન 18 દિવસની જેલમાં હતો ત્યારે પાણી પીતા પણ અમને ગિલ્ટ મહેસુસ થતું હતું. રાત્રે AC ચલાવતી વખતે તકલીફ થતી હતી. અમે વિચારતા હતા કે, તે કઈ સ્થિતિમાં સૂતો હશે. તેણે કહ્યું કે, ત્યાં ચટાઈ પાથરી દે છે અને પાણી રાખી દે છે. આ બધું જાણીને દુઃખ થાય છે. પરંતુ કાયદામાં એવી કોઈ જોગવાઈ નથી કે, જો માતા કે પિતા ભોગ બને તો દીકરાને સજા ન થાય.
કેદી નંબર 343 હતો સલમાન
કાળા હરણ કેસમાં સલમાન જોધપુર જેલમાં બંધ હતો. સલીમે આ વિશે કહ્યું હતું કે, 'જ્યારે હું જેલમાં સલમાનને મળવા જોધપુર ગયો ત્યારે લોકો એવું કહેતા હતા કે 343ને લઈને આવો. તેને ફરીથી બંધ કરી દો. પછી કહ્યું 343 આવી ગયો છે. જ્યારે અમે પાછળ જોયું તો 343 બીજું કોઈ નહીં પણ સલમાન ખાન હતો. સલમાનની દાઢી વધી ગઈ હતી. વાળ વિખરાયેલા હતા.
સલમાનને જોઈને રડવા લાગી હતી માતા
સલમાનને જેલમાં જોઈને તેની માતા સલમા રડવા લાગી. સલીમે વધુમાં કહ્યું હતું કે, 'તેને જોઈને મને લાગ્યું કે, નામ કેવી રીતે નંબરોમાં બદલાય જાય છે. તે સમયે તેની માતા પણ તેની સાથે સલમાનને મળવા ગઈ હતી. સલમાનની હાલત જોઈને તેની માતા ખૂબ રડી હતી. સલમાનને હંમેશા એ વાતનું દર્દ છે કે, તેણે તેના માતા-પિતાને ઘણી તકલીફ આપી છે.






