મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEO / સલમાનના ઘર 'ગેલેક્સી એપાર્ટમેન્ટ'ની સુરક્ષા વધી, બાલ્કનીમાં લગાવ્યા બુલેટપ્રૂફ કાચ

એક્ટર સલમાન ખાનના મુંબઈના બાંદરા ખાતે આવેલા ગેલેક્સી એપાર્ટમેન્ટનું રિનોવેશન શરૂ કરાયું છે. એપાર્ટમેન્ટની બાર

VIDEO / સલમાનના ઘર 'ગેલેક્સી એપાર્ટમેન્ટ'ની સુરક્ષા વધી, બાલ્કનીમાં લગાવ્યા બુલેટપ્રૂફ કાચ

એક્ટર સલમાન ખાનના મુંબઈના બાંદરા ખાતે આવેલા ગેલેક્સી એપાર્ટમેન્ટનું રિનોવેશન શરૂ કરાયું છે. એપાર્ટમેન્ટની બારીઓ તથા બાલ્કનીમાં સુરક્ષા વિષયક છીંડા પૂરવામાં આવી રહ્યા છે. સંખ્યાબંધ શ્રમિકો એપાર્ટમેન્ટ ખાતે કામ કરી રહ્યા હોય તેવા વીડિયો વાયરલ થયા છે.

આ પણ વાંચો: સંધ્યા થિયેટરની નાસભાગમાં ઘાયલ થયેલા બાળકને મળવા પહોંચ્યો અલ્લુ અર્જુન, પરિવારને પણ મળ્યો

બાલ્કની પણ થઈ બુલેટપ્રૂફ

સલમાનના ફ્લેટની તસવીરો દર્શાવે છે કે ઘરની બાલ્કની બુલેટપ્રૂફ કાચથી ઢંકાયેલી છે. મતલબ કે જો કોઈ વ્યક્તિ તેના ફ્લેટને નિશાન બનાવીને ગોળી ચલાવે તો પણ તેનાથી તેના ઘરની દિવાલોને પણ નુકસાન નહીં થાય. સલમાન ખાન અને તેના પરિવારના સભ્યોને ખતરનાક ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ તરફથી ઘણી ધમકીઓ મળી હતી. જે બાદ આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, સલમાન ખાનના ઘરની સુરક્ષામાં આ વધારાએ ફેન્સને નિરાશ કર્યા છે, તેમને હવે બાલ્કનીમાંથી જ સલમાન ખાનની ઝલક નહીં મળી શકે.

સુરક્ષાને ધ્યાને રાખી સલમાન ખાનના એપાટેમેન્ટમાં રિનોવેશન

ભૂતકાળમાં સલમાન એપાર્ટમેન્ટની બાલ્કનીમાં આવી તેના ફેન્સને ઝલક આપતો હતો. પરંતુ બિશ્નોઈ ગેંગની ધમકીઓ અને ખાસ તો ગત એપ્રિલ માસમાં તેના ઘર પર ગોળીબાર બાદ પોલીસે સલમાનને બાલ્કનીમાં નહીં આવવા જણાવ્યું છે. હવે આ એપાર્ટમેન્ટ પાસે ફેન્સના ટોળા પણ એકઠાં નથી થવા દેવાતા. બાંદરામાં સલમાન અને શાહરૂખ ખાનના ઘર બહુ નજીક છે. શાહરૂખના મન્નત બંગલો પાસે કાયમ ફેન્સના ટોળા જામેલા જોવા મળે છે. પરંતુ, સલમાનના ઘર પાસે પોલીસની ગાડી સતત તૈનાત હોય છે અને કોઈપણ વ્યક્તિને ત્યાં ઉભા નથી રહેવા દેતા.

આ સમાચાર શેર કરો