મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

સલમાન ખાનની આ એક્સ ગર્લફ્રેન્ડ લેશે ‘બિગ બોસ 18’માં ભાગ, હવે ભાઈજાન કરશે તેના ભૂતકાળનો સામનો?

કલર્સ ટીવીનો પ્રખ્યાત રિયાલિટી શો ‘બિગ બોસ 18’ રિલી

સલમાન ખાનની આ એક્સ ગર્લફ્રેન્ડ લેશે ‘બિગ બોસ 18’માં ભાગ, હવે ભાઈજાન કરશે તેના ભૂતકાળનો સામનો?

કલર્સ ટીવીનો પ્રખ્યાત રિયાલિટી શો ‘બિગ બોસ 18’ રિલીઝ થતા પહેલા જ ચર્ચામાં બનેલો છે. આટલું જ નહીં, શોના મેકર્સ આ સિઝન માટે એકથી વધુ સ્પર્ધકોનો સંપર્ક કરી રહ્યા છે. ઘણા સમયથી સ્પર્ધકોની યાદીમાં ઘણા સ્ટાર્સના નામ જોડાઈ રહ્યા છે, જેમાં વધુ એક સ્ટાર્સનું નામ સામે આવ્યું છે. આ બીજું કોઈ નહીં પણ શોના હોસ્ટ સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ છે. આખરે, ભાઈજાનના ભૂતકાળ સાથે જોડાયેલી આ વ્યક્તિ કોણ છે જાણો...

‘બિગ બોસ 18’ના સ્પર્ધકોને લઈને ઘણા નામો સામે આવી રહ્યા છે, જોકે મેકર્સે હજી સુધી તેના પર કોઈ ટિપ્પણી કરી નથી. આવી સ્થિતિમાં હવે સમાચાર આવ્યા છે કે, મેકર્સે શો માટે અભિનેત્રી સોમી અલીનો સંપર્ક કર્યો છે. આજે સવારથી સોશિયલ મીડિયા પર અભિનેત્રીના ભાગ લેવા અંગેની પોસ્ટ વાયરલ થઈ રહી છે. સોમી અલી એ જ છે જે એક સમયે શોના હોસ્ટ અને બોલિવૂડ એક્ટર સલમાન ખાનને ડેટ કરતી હતી. આવી સ્થિતિમાં, સલમાન અને સોમીને સામસામે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે.

સોમી અને સલમાન ખાને ‘બુલંદ’ ફિલ્મમાં કામ કર્યું હતું અને બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. વર્ષ 1999માં બંનેએ આ સંબંધ તોડી નાખ્યો અને પોતપોતાના રસ્તે ચાલ્યા ગયા. જોકે, બાદમાં સોમીએ અભિનેતા પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી સમીરા રેડ્ડી, અર્જુન બિજલાની અને શોએબ ઈબ્રાહિમ જેવા સ્ટાર્સના નામ આ લિસ્ટમાં આવી ચૂક્યા છે.

આ સમાચાર શેર કરો