Salman Khanની 'Battle of Galwan'નું નામ બદલાયું, હવે આ નવા ટાઈટલ સાથે રિલીઝ થશે ફિલ્મ

Battle of Galwan: સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'બેટ

Salman Khanની 'Battle of Galwan'નું નામ બદલાયું, હવે આ નવા ટાઈટલ સાથે રિલીઝ થશે ફિલ્મ

Battle of Galwan:  સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'બેટલ ઓફ ગલવાન'નું નામ બદલી નાખવામાં આવ્યું છે. સલમાન ખાને નવા નામ સાથે નવું પોસ્ટર શેર કર્યું છે. એક્ટરે ફિલ્મનું દમદાર પોસ્ટર શેર કરીને જણાવ્યું કે, આ ફિલ્મ 'માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઈન પીસ'ના નામથી વિશ્વભરના થિયેટરોમાં રિલીઝ થશે. 

ફિલ્મનું નામ કેમ બદલાયું?

'બેટલ ઓફ ગલવાન'થી એવું લાગી રહ્યું હતું કે, ફિલ્મની સ્ટોરી માત્ર ગલવાન ઘાટીમાં થયેલા યુદ્ધ સુધી જ મર્યાદિત છે. જોકે, ફિલ્મમાં બીજી પણ વસ્તુઓ દેખાડવામાં આવી છે. તેમાં 2020ની ભારત-ચીન વચ્ચેની અથડામણની સાથે-સાથે ભારતીય સૈનિકોના વ્યક્તિગત સંઘર્ષ અને તેમના પરિવારોના બલિદાનને પણ ઊંડાણથી બતાવવામાં આવ્યા છે. આ જ કારણ છે કે મેકર્સે નામ બદલવાનો નિર્ણય લીધો. 

જાહેરાત

'માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઈન પીસ' નામ કેમ રાખવામાં આવ્યું?

એક્સપર્ટસનું માનવું છે કે, "માતૃભૂમિ" શબ્દ સાંભળતા જ શરીરમાં એક અનોખો ઉત્સાહ આવી જાય છે અને આત્મીયતા ફીલ થાય છે. બીજી તરફ આ ફિલ્મમાં યુદ્ધ કરવાના બદલે શાંતિની વાત કરવામાં આવી છે. આ જ કારણ છે કે તેનું નામ 'માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઈન પીસ' નામ રાખવામાં આવ્યું છે. 

ચીનમાં થયો હતો વિરોધ

નોંધનીય છે કે, આ જ મહિનાની શરૂઆતમાં ચીનના સરકારી મીડિયાએ દાવો કર્યો હતો કે, ફિલ્મમાં તથ્યોને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યા છે. ચીને તેને "ચીન વિરોધી" ભાવના ઉશ્કેરવાનો પ્રયાસ ગણાવ્યો હતો.

ફિલ્મની રિલીઝ ડેટ

પહેલા આ ફિલ્મ 17 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. આ જ કારણ છે કે ફિલ્મના કેટલાક ગીતો અને ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ જ્યારે અક્ષય કુમારે જાહેરાત કરી કે તેમની ફિલ્મ 'ભૂત બાંગ્લા' 10 એપ્રિલે રિલીઝ થશે, ત્યારે સમાચાર આવ્યા કે સલમાન ખાનની ફિલ્મની રિલીઝ પોસ્ટપોન થઈ ગઈ છે.

ફિલ્મની સ્ટારકાસ્ટ

'માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઈન પીસ'માં સલમાન ખાનની સાથે ચિત્રાંગદા સિંહ છે. આ ફિલ્મ સલમાન ખાન ફિલ્મ્સના બેનર હેઠળ બનાવવામાં આવી છે અને તેને પ્રોડ્યૂસ સલમાન ખાન દ્વારા કરવામાં આવી છે. બીજી તરફ તેને ડાયરેક્ટ અપૂર્વ લાખિયાએ કરી છે. 

આ સમાચાર શેર કરો

જાહેરાત