પાંસળીની ઈજા છતાં સલમાન ખાન શૂટ કરશે એક્શન સિક્વન્સ!! મેકર્સ પૂરજોશમાં કરી રહ્યા છે તૈયારીઓ
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર સલમાન ખાન ઘણા દિવસોથી અપકમિંગ ફિલ્મ

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર સલમાન ખાન ઘણા દિવસોથી અપકમિંગ ફિલ્મ 'સિકંદર'ના શૂટિંગમાં વ્યસ્ત છે. નિર્માતાઓએ આ ફિલ્મના નિર્દેશન માટે એઆર મુરુગાદોસને ઓનબોર્ડ લીધા છે. નિર્માતાઓએ ફિલ્મના પહેલા શેડ્યૂલનું શૂટિંગ પૂરું કરી લીધું છે. હવે, નવી માહિતી અનુસાર, નિર્માતાઓ ફિલ્મના એક્શન સિક્વન્સ શૂટ કરવા માટે તૈયારી કરી રહ્યા છે.
પાંસળીની ઈજા છતાં 'સિકંદર'નું શૂટિંગ કરશે સલમાન
જો રિપોર્ટ્સનું માનીએ તો સલમાન ખાનને પાંસળીમાં ઈજા થઈ છે. એક અહેવાલ મુજબ, સલમાન ખાનને પાંસળીમાં ઈજા હોવા છતાં તેણે ફિલ્મ 'સિકંદર' માટે એક્શન સીન શૂટ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. ફિલ્મનું શૂટિંગ ગોરેગાંવની SRPF હોસ્પિટલ અને મુંબઈની મરોલ હોસ્પિટલમાં થવાનું છે. પાંસળીમાં ઈજા થયા બાદ સલમાન ખાન 'સિકંદર'ના શૂટિંગમાં વિલંબ કરવા માગતો નથી અને તેણે એક્શન સિક્વન્સ શૂટ કરવાનું નક્કી કર્યું છે.
પ્રોડક્શન ટીમ સલમાન ખાનની ઈજાને લઈને બેદરકાર રહેવા માગતી નથી. દરેક શૂટિંગ શેડ્યૂલ કાળજીપૂર્વક કરવામાં આવશે. આ એક્શન સિક્વન્સ માટે બોડી ડબલ્સનો પણ ઉપયોગ કરવામાં આવશે. સલમાન ખાનની 'સિકંદર' સાજિદ નડિયાદવાલાના બેનર હેઠળ બની રહી છે. આ ફિલ્મમાં પ્રતીક બબ્બર અને સત્યરાજ પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. રસપ્રદ વાત એ છે કે, સલમાન ખાન પહેલીવાર મોટા પડદા પર રશ્મિકા મંદાના સાથે રોમાન્સ કરતો જોવા મળશે. 'સિકંદર' 2025ની ઈદ પર રિલીઝ થશે.






