મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

બોલિવૂડના ભાઈજાને નામ લીધા વિના જયા બચ્ચનને આપ્યો સણસણતો જવાબ

બોલિવૂડના ભાઈજાન સલમાન ખાન તેના પિતા સલીમ ખાન અને લેખક જાવેદ અખ્તર સાથે 'એંગ્રી યંગ મેન'ના ટ્રેલર લૉન્ચ પર જોવા મળ્યો હતો

બોલિવૂડના ભાઈજાને નામ લીધા વિના જયા બચ્ચનને આપ્યો સણસણતો જવાબ

બોલિવૂડના ભાઈજાન સલમાન ખાન તેના પિતા સલીમ ખાન અને લેખક જાવેદ અખ્તર સાથે 'એંગ્રી યંગ મેન'ના ટ્રેલર લૉન્ચ પર જોવા મળ્યો હતો. આ દરમિયાન સલમાને નામ લીધા વગર જ પોતાની નારાજગી વ્યકત કરી હતી. 

'એંગ્રી યંગ મેન'ના ટ્રેલર લૉન્ચ વખતે સલમાનને પૂછવામાં આવ્યું કે, જયા બચ્ચન સહિત અનેક ફિલ્મ સ્ટાર્સે તેના પિતા સલીમ અને જાવેદને 'બદતમીઝ' અને 'બિગડેલ' કહ્યા છે તેના પર તેનું શું કહેવું છે? આ સવાલના જવાબમાં સલમાને વળતો પ્રહાર કર્યો અને કહ્યું, 'જે સ્ટાર્સ મારા પિતા સાથે કામ કરી શક્યા નહોતા કોઈ કારણોસર તેમને તારીખો મળી ન હતી, દેખાવ અને પાત્રો પસંદ ન આવ્યા હોય, તેઓએ તેમને 'બદતમીઝ' અને 'બિગડેલ' કહેવાનું શરુ કર્યું છે અને કહે છે કે મારા પિતાનું મગજ ખરાબ છે, હકીકતમાં આવું બોલનારા લોકોનું જ મગજ ખરાબ છે. 

સલમાને વધુમાં કહ્યું હતું કે તેના પિતા અને જાવેદ એક પછી એક હિટ ફિલ્મો લખી રહ્યા હતા અને તેથી જ તેમણે ઘણા નિર્માતાઓ અને કલાકારોને ના પાડી હતી. આ કારણે લોકો તેમને અલગ અલગ ટેગ આપવા લાગ્યા. સલમાને કહ્યું કે આ લોકો ખૂબ સારું કામ કરી રહ્યા હતા, તેથી આ લોકોનું મગજ ખરાબ ન હતું પરંતુ તેમના વિશે આવું બોલનારા લોકોનું મગજ ખરાબ છે. 

સલીમ અને જાવેદની જોડી પર બની ડોક્યુમેન્ટ્રી

આ ડોક્યુમેન્ટ્રી સલીમ ખાન અને જાવેદ અખ્તરની મિત્રતા, કરિયર અને ફિલ્મો પર તૈયાર કરવામાં આવી છે. જે ઓટીટી પર અલગ-અલગ એપિસોડમાં બતાવવામાં આવશે. આ ડોક્યુમેન્ટરીના ટ્રેલર લોન્ચ વખતે સલીમ અને જાવેદની જોડી વર્ષો પછી સાથે જોવા મળી હતી.

આ સમાચાર શેર કરો