પાંસળીમાં ઈજા હોવા છતાં ઈવેન્ટમાં પહોંચ્યો સલમાન ખાન, 'જલવા' ગીત પર કર્યો ડાન્સ તો ફેન્સે કહ્યું...
દબંગ સલમાન ખાન તેના વર્ક કમિટમેન્ટ્સને લઈને ખૂબ જ સીરિયસ છે. હાલમાં જ ઈજાગ્રસ્ત હોવા છતાં તેણે એક

દબંગ સલમાન ખાન તેના વર્ક કમિટમેન્ટ્સને લઈને ખૂબ જ સીરિયસ છે. હાલમાં જ ઈજાગ્રસ્ત હોવા છતાં તેણે એક ઈવેન્ટમાં ભાગ લીધો હતો. સલમાન ખાનની આ ઈવેન્ટના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેને જોઈને સલમાન ખાનના ફેન્સે તેના સ્વાસ્થ્યને લઈને ચિંતા વ્યક્ત કરી છે.
સલમાન ખાનને થઈ હતી ઈજા
સલમાન ખાન ગુરુવારે મુંબઈમાં એક ઈવેન્ટમાં સામેલ થયો હતો. આ ઈવેન્ટમાં સલમાન ટી-શર્ટ અને જીન્સમાં હેન્ડસમ લાગી રહ્યો હતો. તેણે ચશ્મા પણ પહેર્યા હતા. સોશિયલ મીડિયા પર સલમાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેને સોફા પરથી ઉઠતી વખતે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હકીકતમાંસલમાન ખાનની પાંસળીમાં ઈજા થઈ છે. પરંતુ તેમ છતાં તે કાર્યક્રમમાં હાજરી આપવા ગયો હતો.
સલમાનના ફેન પેજ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં સલમાન ખાન અને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસ પણ જોવા મળી રહ્યા છે. વીડિયોમાં અમૃતા ફડણવીસ કહી રહ્યાં છે કે, ઈજાગ્રસ્ત હોવા છતાં સલમાન ખાન આ ઈવેન્ટનો ભાગ બન્યો હતો. આ પર્યાવરણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. સલમાન ખાનનો વીડિયો જોયા બાદ ફેન્સ તેના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ ઈવેન્ટમાં સલમાને ‘જલવા’ ગીત પર ડાન્સ પણ કર્યો હતો. તેના ડાન્સે બધાનું મનોરંજન કર્યું. ઈવેન્ટમાં તે અભિનેત્રી સોનાલી બેન્દ્રેને પણ મળ્યો હતો.
સલમાન ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે અત્યારે ફિલ્મ ‘સિકંદર’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું દિગ્દર્શન એઆર મુરુગાદોસ કરી રહ્યા છે. ફિલ્મમાં રશ્મિકા મંદાના લીડ રોલમાં છે. પ્રતીક બબ્બર અને સત્યરાજની પણ ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકા છે. આ ફિલ્મ 2025માં ઈદ પર રિલીઝ થશે.






