સલમાન ખાને ડૉક્યુમેન્ટરી ‘Angry Young Men...’ની એનાઉન્સમેન્ટ કરી, જાણો ક્યારે થશે સ્ટ્રીમ
બોલિવૂડની પ્રખ્યાત સ્ક્રીન રાઈટર જોડી સલીમ ખાન અને જાવેદ અખ્તરે ઘણી ફિલ્મોની સ્

બોલિવૂડની પ્રખ્યાત સ્ક્રીન રાઈટર જોડી સલીમ ખાન અને જાવેદ અખ્તરે ઘણી ફિલ્મોની સ્ટોરી લખી છે. થિયેટરોમાં લોકોને આ સ્ટોરી ખૂબ જ પસંદ આવી છે. હવે સલમાન ખાન, ઝોયા અખ્તર અને ફરહાન અખ્તર એક મોટા પ્રોજેક્ટ સાથે આવી રહ્યા છે. સલમાને પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ પ્રોજેક્ટની એનાઉન્સમેન્ટ કરી છે. એક્ટરે મોસ્ટ અવેટેડ ડોક્યુમેન્ટ્રીનો ફર્સ્ટ લુક શેર કર્યો છે. આ ડોક્યુમેન્ટ્રીનું નામ ‘એંગ્રી યંગ મેનઃ ધ સલીમ જાવેદ સ્ટોરી’ છે. પોસ્ટરમાં સલીમ અને જાવેદને નાની ઉંમરમાં બતાવવામાં આવ્યા છે.
આ ડોક્યુમેન્ટ્રી પર છેલ્લા 2 વર્ષથી કામ ચાલી રહ્યું હતું. આ સીરિઝ એમેઝોન પ્રાઇમ પર 20 ઓગસ્ટે રિલીઝ થશે. ફેન્સ આ પ્રોજેક્ટ પ્રસારિત થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફેન્સ પ્રોજેક્ટ સંબંધિત બાકીની વિગતો આવવાની રાહ જોઈ રહ્યા છે.
સલમાને શેર કર્યું ડોક્યુમેન્ટ્રીનું પોસ્ટર
સલીમ ખાન અને જાવેદ અખ્તરે ઘણી ફિલ્મો લખી છે. આ યાદીમાં ‘ઝંજીર’ સહિત અનેક હિટ ફિલ્મોના નામ સામેલ છે. બંનેએ ઘણા વર્ષો સુધી સાથે કામ કર્યું છે.
સલમાન ખાનના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેતા ‘સિકંદર’ પર કામ કરી રહ્યો છે. ફિલ્મમાં સલમાન સાથે રશ્મિકા મંદાના લીડ રોલમાં છે. સાજિદ નડિયાદવાલા આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યા છે. દર્શકો એક્ટરની એક્શન થ્રિલર ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.






