Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Salman Khan and Sanjay Dutt will be seen together again after 25 years, trailer of Saudi film '7 Dogs' released

Video: 25 વર્ષ બાદ સલમાન ખાન અને સંજય દત્ત ફરી જોવા મળશે સાથે, સાઉદી ફિલ્મ '7 Dogs'નું ટ્રેલર રિલીઝ

Timeછેલ્લું અપડેટ : 10 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Video: 25 વર્ષ બાદ સલમાન ખાન અને સંજય દત્ત ફરી જોવા મળશે સાથે, સાઉદી ફિલ્મ '7 Dogs'નું ટ્રેલર રિલીઝ
સોર્સ : GSTV

સાઉદી એક્શન ફિલ્મ '7 Dogs' નું ટ્રેલર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન અને સંજય દત્ત  કેમિયો રોલમાં જોવા મળી રહ્યા છે. આ જોઈને સોશિયલ મીડિયા પર ચાહકોની ખુશીનો પાર નથી રહ્યો.

App Store

મંગળવારે રિલીઝ થયેલા આ ટ્રેલરે અત્યારથી જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. 'બેડ બોયઝ ફોર લાઈફ' ફેમ ડાયરેક્ટર આદિલ અલ અર્બી અને બિલાલ ફલ્લાહ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ હાઈ-ઓક્ટેન એક્શનથી ભરપૂર હોવાનું જણાય છે.

ટ્રેલરની ખાસ ઝલક

જોકે મેકર્સે સલમાન અને સંજયના રોલ વિશે વધુ વિગતો જાહેર કરી નથી, પરંતુ ટ્રેલર જોઈને લાગે છે કે આ માત્ર નાનકડી ઝલક નહીં પણ મહત્ત્વના રોલ હશે.

ફિલ્મ વિશે વધુ માહિતી

મુખ્ય કલાકારો: ઇજિપ્તના કલાકારો કરીમ અબ્દેલ-અઝીઝ અને અહેમદ એઝ મુખ્ય ભૂમિકામાં છે. ઈટાલિયન સ્ટાર મોનિકા બેલુચિ પણ આ ફિલ્મનો ભાગ છે.
વાર્તા: આ ફિલ્મ મધ્ય પૂર્વમાં ફેલાઈ રહેલા એક ખતરનાક ડ્રગને રોકવાના મિશન પર આધારિત છે. તેની વાર્તા તુર્કી અલ-શેખ દ્વારા લખવામાં આવી છે.
શૂટિંગ: સલમાન અને સંજયે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું.

આંતરરાષ્ટ્રીય દિગ્દર્શકો અને મલ્ટી-સ્ટારર કાસ્ટ સાથેની આ ફિલ્મ આ વર્ષના અંતમાં રિલીઝ થવાની શક્યતા છે.