મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

'ના મસ્જિદ, ના નમાજ અને ચાલ્યા પૂજા કરવા...' ગણપતિની આરતી કરવા પર ટ્રોલ થયો સલમાન ખાન

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન અને તેનો પરિવાર દર વર્ષે ગણેશ ચતુર્થીના પ્રસંગે પોતાના ઘરે ગણપતિની સ્

'ના મસ્જિદ, ના નમાજ અને ચાલ્યા પૂજા કરવા...' ગણપતિની આરતી કરવા પર ટ્રોલ થયો સલમાન ખાન

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન અને તેનો પરિવાર દર વર્ષે ગણેશ ચતુર્થીના પ્રસંગે પોતાના ઘરે ગણપતિની સ્થાપના કરે છે. આ વર્ષે તેની બહેન અર્પિતા ખાન શર્માએ પણ તેના ઘરે ગણપતિની સ્થાપના કરી હતી, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સલમાન ખાન ગણપતિની આરતી કરતો જોવા મળી રહ્યો છે આ વીડિયો જોઈને યુઝર્સ તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. વીડિયોમાં સલમાનને પૂજા કરતા જોઈને ઘણા લોકો તેના ધર્મ અને આસ્થા પર સવાલ ઉઠાવી રહ્યા છે.

આટલું જ નહીં, તે જે કરી રહ્યો છે તે ઘણા યુઝર્સને બિલકુલ પસંદ નથી આવી રહ્યું, જેના કારણે તેને વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ મળી રહી છે અને તેની ધાર્મિક માન્યતાઓને લઈને સોશિયલ મીડિયા પર યુઝર્સમાં ચર્ચા છેડાઈ ગઈ છે. આ વીડિયોમાં સલમાન ખાન તેની ભત્રીજી આયત સાથે ગણપતિ આરતી કરતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન સલમાન બ્રાઉન શર્ટ અને ક્રીમ પેન્ટ પહેરેલો જોવા મળે છે. તે આયત સાથે આરતી કરતો જોવા મળે છે.

ગણપતિ પૂજા કર્યા બાદ સલમાન ખાન અને પરિવાર થયો ટ્રોલ

આ પછી તે બીજા બાળક સાથે અને આહિલ સાથે પણ આરતીમાં ભાગ લે છે. સલમાન બાદ તેના પિતા સલીમ ખાન પણ આરતી કરતા જોવા મળે છે. સલીમ બાદ અરબાઝ અને સોહેલ ખાન પણ આરતી કરતા જોવા મળે છે. જ્યાં સલમાનના કેટલાક ફેન્સ તેની પૂજાથી ખુશ દેખાઈ રહ્યા છે તો કેટલાક નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, 'બધું માફ કરી શકાય છે, પરંતુ શિર્ક માફ નથી'. બીજાએ લખ્યું, 'આ લોકો દુનિયામાં નામ કમાવવા માટે કંઈ પણ કરી શકે છે. ક્યારેય નમાઝ અદા કરી, ન રોજા રાખ્યા અને હજુ પણ પોતાને મુસ્લિમ કહી રહ્યા છે. ત્રીજાએ લખ્યું, 'આ બધું જોઈને મારું દિલ તૂટી જાય છે. ન તો મસ્જિદ જવું, ન નમાજ પઢવી અને હવે પૂજા કરવા ચાલ્યા છે.

ગણપતિ પૂજામાં અનેક સેલેબ્સ થયા સામેલ 

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનની બહેન અર્પિતા ખાન અને તેના પતિ આયુષ શર્માએ શનિવારે તેમના મુંબઈના ઘરે ગણેશ ચતુર્થીના તહેવારની ધૂમધામથી ઉજવણી કરી હતી. આ પ્રસંગે તેમના પરિવાર અને ઘણા નજીકના મિત્રોએ પણ ભાગ લીધો હતો. સલીમ ખાન, સલમાન ખાન, અરબાઝ ખાન અને સોહેલ ખાન ઉપરાંત 'ફુકરે' ફેમ વરુણ શર્મા, યુલિયા વંતુર અને ઓરી પણ જોવા મળ્યા હતા. આ સિવાય સોહેલ અને અરબાઝના દીકરા અરહાન, નિર્વાણ અને યોહાન ખાન પણ આ ખાસ અવસર પર જોવા મળ્યા હતા. બધા એથનિક અને કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યા હતા. 

આ સમાચાર શેર કરો