મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

લોહીથી લથપથ હતો સૈફ અલી ખાન, પિતાને કાર નહીં રિક્ષામાં હોસ્પિટલ લઈ ગયો ઈબ્રાહિમ

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર આજે વહેલી સવારે હુમલો થયો હતો. સૈફ અલી ખાન પર તેના બાં

લોહીથી લથપથ હતો સૈફ અલી ખાન, પિતાને કાર નહીં રિક્ષામાં હોસ્પિટલ લઈ ગયો ઈબ્રાહિમ

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર આજે વહેલી સવારે હુમલો થયો હતો. સૈફ અલી ખાન પર તેના બાંદ્રા સ્થિત ઘરમાં છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરે તેના શરીર પર છ વાર ચાકુ માર્યું. હાલમાં તે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે. ડોક્ટરોએ કહ્યું કે તે ખતરાથી બહાર છે. પરંતુ તેની સારવાર હજુ પણ ચાલુ છે. સૈફ અલી ખાન સૂતો હતો ત્યારે ચોરે તેના ઘરમાં હુમલો કર્યો હતો. આ પછી તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સૈફ અલી ખાનને રિક્ષા દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: કરીના કપૂરે પતિ સૈફ પર થયેલા હુમલા અંગે આપી પ્રથમ પ્રતિક્રિયા, ફેન્સને કહ્યું- 'તમારી ચિંતા...'

રિપોર્ટ અનુસાર, વધુ પડતું લોહી વહી ગયું હોવા છતાં, સૈફ અલી ખાનને તેનો પુત્ર ઈબ્રાહિમ રિક્ષામાં લીલાવતી હોસ્પિટલ લઈ ગયો. તે સમયે ગાડી તૈયાર નહોતી કારણ કે ડ્રાઈવર ઘરે હાજર નહોતો. ઉતાવળમાં, 23 વર્ષીય ઈબ્રાહિમ તેના પિતા સૈફને રિક્ષામાં હોસ્પિટલ લઈ ગયો. કોઈક રીતે તેણે તેના પિતાને રિક્ષામાં બેસાડ્યા અને હોસ્પિટલ પહોંચ્યા. 

સૈફ રિક્ષા દ્વારા હોસ્પિટલ પહોંચ્યો

એક અહેવાલ મુજબ, સૈફના શરીરમાંથી લોહી નીકળતું હતું. તેને તાત્કાલિક હોસ્પિટલ જવું જરૂરી હતું. આવી સ્થિતિમાં, સમય બગાડવાથી બચવા માટે, સૈફ અલી ખાન અને તેના પુત્ર ઈબ્રાહિમે ઓટો રિક્ષાનો સહારો લીધો. બંને રિક્ષા દ્વારા લીલાવતી હોસ્પિટલ પહોંચ્યા. આ હોસ્પિટલ સૈફ અલી ખાનના ઘરથી લગભગ બે કિલોમીટર દૂર છે. તે સમયે કરીના સૈફ સાથે રિક્ષામાં નહતી જોવા મળી.

બાદમાં કરીના એક રિક્ષા પાસે જોવા મળી હતી

આના થોડા સમય પછી, એક વીડિયો સામે આવ્યો જેમાં કરીના કપૂર ખાન રિક્ષા પાસે ઉભી જોવા મળી હતી. આ દરમિયાન તે ઘરના સ્ટાફ સાથે વાત કરતી જોવા મળી હતી. 54 વર્ષીય અભિનેતા પર અનેક વખત ચાકુ મારવામાં આવ્યું હતું. આમાંથી બે ઘા ઊંડા હતા અને એક તેની કરોડરજ્જુ પાસે હતો. આ ઘટના ત્યારે બની જ્યારે ચોર તેના પુત્રના રૂમમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને આ દરમિયાન તેની સૈફ સાથે ઝપાઝપી થઈ ગઈ. સૈફના સ્વાસ્થ્ય વિશે માહિતી આપતાં, તેની ટીમે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે તેની સર્જરી થઈ છે અને હવે તે ખતરામાંથી બહાર છે.

આ સમાચાર શેર કરો