મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

છ દિવસ બાદ સૈફ અલી ખાનને હોસ્પિટલમાંથી મળી રજા, અભિનેતાને બીજા ઘરમાં કરવામાં આવશે શિફ્ટ

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનને હવે લીલાવતી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. છ દિવસ સુધી ડોક્ટરોના નિરીક્ષણ હેઠળ રહ્યા

છ દિવસ બાદ સૈફ અલી ખાનને હોસ્પિટલમાંથી મળી રજા, અભિનેતાને બીજા ઘરમાં કરવામાં આવશે શિફ્ટ

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનને હવે લીલાવતી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. છ દિવસ સુધી ડોક્ટરોના નિરીક્ષણ હેઠળ રહ્યા બાદ, સૈફ અલી ખાન ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યો છે. અભિનેતાની તબિયતમાં સુધારો જોઈને ડોક્ટરોએ તેને હોસ્પિટલમાંથી રજા આપી દીધી છે. કરીના કપૂર ખાન તેના પતિ સૈફને લેવા હોસ્પિટલ પહોંચી છે. અહેવાલો અનુસાર, સૈફ અલી ખાનને બીજા ઘરમાં શિફ્ટ કરાશે અને તેની સુરક્ષા વધારો કરી દેવામાં આવ્યો છે. 

આ પણ વાંચો: આરોપી શરીફુલને લઈને સૈફના ઘરે પહોંચી મુંબઈ પોલીસ, એક કલાક સુધી રિક્રીએટ કર્યો ક્રાઈમ સીન

ઘટનાસ્થળેથી આરોપીના 19 ફિંગરપ્રિન્ટ મળ્યા

સૈફ અલી ખાન પર થયેલા હુમલાના આરોપી મહોમ્મદ શરીફુલ ઈસ્લામ શહેઝાદ સાથે પોલીસ પૂછપરછ કરી રહી છે. આરોપીને લઈને મુંબઈ પોલીસ સૈફ અલી ખાનના ઘરે પહોંચી હતી. જ્યાં હુમલાના દિવસે બનેલી ઘટનાને રિક્રિએટ કરવામાં આવી હતી. આ દરમિયાન મુંબઈ પોલીસને ઘટનાસ્થળેથી શરીફુલના 19 ફિંગરપ્રિન્ટ મળ્યા છે.  

પોલીસને ફિંગરપ્રિન્ટના પુરાવા સૈફના ઘરના બાથરૂમની બારી, ડફ્ટ એરિયા, સીડી, અગાસી અને બાથરૂમ સિવાય એ સીડીમાંથી મળ્યા, જેનો ઉપયોગ શરીફુલે સૈફના ઘરમાં ઘૂસવા અને બહાર નીકળવા કર્યો હતો. પોલીસે આ 19 ફિંગરપ્રિન્ટને આ મામલે મુખ્ય પુરાવો માનીને આગળની તપાસ હાથ ધરી છે. 

સૈફ અલી ખાન પર હુમલો

ગુરૂવારે (16મી જાન્યુઆરી) મોડી રાત્રે બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર ચાકૂથી હુમલો કરવામાં આવ્યો હતો. બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી, જેમાં ચોરીના ઈરાદાથી ઘરમાં ઘૂસેલા શરીફુલે એક્ટર પર હુમલો કર્યો હતો.

આ સમાચાર શેર કરો