VIDEO: 'દેવરા' ફિલ્મમાં સૈફ અલી ખાનનો ખૂંખાર લુક, જન્મદિવસ પર ફર્સ્ટ લુક રિલીઝ
એકતરફ સૈફ અલી ખાન આજે 54મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ત્યારે બીજી બાજુ સૈફ અલી ખાન પોતાની અપકમિંગ સાઉથ ફિલ્મ 'દેવરા'ને લઈને ચર્ચા

એકતરફ સૈફ અલી ખાન આજે 54મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ત્યારે બીજી બાજુ સૈફ અલી ખાન પોતાની અપકમિંગ સાઉથ ફિલ્મ 'દેવરા'ને લઈને ચર્ચામાં છે. ત્યારે આજે તેના જન્મદિવસ પર તેનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે. જે સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
'દેવરા'માં સૈફ વિલનની ભૂમિકામાં જોવા મળશે
'દેવરા'નું નિર્દેશન કોરાતાલા શિવા કરી રહ્યા છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન વિલનની ભૂમિકામાં જોવા મળશે. 'દેવરા'માં સૈફના પાત્રનું નામ ભૈરા છે. આ ફિલ્મમાં સૈફ એક દમદાર અને ખતરનાક રોલમાં જોવા મળશે. આ રોલમાં ફેન્સ તેને એક અલગ જ અવતારમાં જોશે. ભૈરાનો ફર્સ્ટ લૂક રિલીઝ થતાં જ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ દિવસે રિલીઝ થશે
જ્હાન્વી કપૂર 'દેવરા'થી સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. ફિલ્મમાં જુનિયર એનટીઆર અને જ્હાન્વી કપૂરની જોડીને પડદા પર જોવા માટે ચાહકો ઉત્સુક છે. ફિલ્મનું ટીઝર અને ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મની રિલીઝ ડેટ વિશે વાત કરીએ તો એવું કહેવામાં આવી રહ્યું છે કે તે 27 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં આવશે.








