આપણી આર્મી આતંકવાદી છે', સાઈ પલ્લવીના નિવેદન પર વિવાદ, સોશિયલ મીડિયા પર થઈ રહી છે બોયકોટ કરવાની માગ
સાઈ પલ્લવી સાઉથ સિનેમાની જાણીતી અભિનેત્રી છે, જે પોતાની એક્ટિંગ, ડાન્સિંગ અને સાદગી માટ

સાઈ પલ્લવી સાઉથ સિનેમાની જાણીતી અભિનેત્રી છે, જે પોતાની એક્ટિંગ, ડાન્સિંગ અને સાદગી માટે જાણીતી છે. જોકે, અત્યારે તે તેની કોઈ ફિલ્મ કે સુંદરતાના કારણે નહીં પરંતુ તેના એક વિવાદાસ્પદ નિવેદનને કારણે ચર્ચામાં આવી છે. જેના બાદથી જ સોશિયલ મીડિયા પર તેના બોયકોટની માગ ઉઠી છે અને સાઈ પલ્લવીનો બૉયકોટ ટ્રેન્ડ થવા લાગ્યો છે. સાઈ પલ્લવીનું આ વિવાદાસ્પદ નિવેદન ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે તે પોતાની ફિલ્મ આમરણનું પ્રમોશન કરી રહી છે. તાજેતરમાં, તેણીએ શહીદ મેજર મુકુંદ વરદરાજનને શ્રદ્ધાંજલિ આપવા માટે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની પણ મુલાકાત લીધી હતી. હવે બૉયકોટ સાઈ પલ્લવી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે.
શું હતું સાઈ પલ્લવીનું વિવાદાસ્પદ નિવેદન?
સાઈ પલ્લવીએ ભારતીય સૈનિકોને લઈને આપેલા જૂના નિવેદનને કારણે ટ્વિટર પર તેનો બોયકોટ કરવાની માગ થઈ રહી છે. વર્ષ 2022માં સાઈ પલ્લવીએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જે હવે વાયરલ થઈ રહ્યું છે. અભિનેત્રીએ કહ્યું હતું કે, "પાકિસ્તાનમાં લોકો માને છે કે, અમારી સેના આતંકવાદી જૂથ છે. પરંતુ અમારા માટે તે તેઓ છે. તેથી દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે. મને હિંસા સમજ નથી આવતી."
ટ્રોલ થઈ રહી છે સાઈ પલ્લવી
આ નિવેદન બાદ સાઈ પલ્લવીને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહી છે. એક યુઝરે કહ્યું કે, તેણે ભારતીય જવાનોની માફી માગવી જોઈએ. એક યુઝરે તેને સામ્યવાદી ગણાવી અને કહ્યું કે, એકવાર સામ્યવાદી હંમેશા સામ્યવાદી જ રહે છે. આ રીતે લોકો તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.
સાઈ પલ્લવીની અપકમિંગ ફિલ્મો
સાઈ પલ્લવી આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘આમરણ’નું પ્રમોશન કરી રહી છે. મેજર મુકુંદ વરદરાજનની બાયોપિક 31 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં તે મેજર મુકુંદ વરદરાજનની પત્નીનો રોલ કરી રહી છે. આ ફિલ્મમાં શિવ કાર્તિકેયન મુખ્ય ભૂમિકામાં છે. આ સિવાય સાઈ પલ્લવી નિતેશ તિવારીની પૌરાણિક ફિલ્મ ‘રામાયણ’માં જોવા મળશે. રણબીર કપૂર સ્ટારર ફિલ્મમાં તે સીતાના રોલમાં જોવા મળશે. તેની પાસે પાન ઈન્ડિયા ફિલ્મ ‘થાંડેલ’ પણ છે, જેમાં તે નાગા ચૈતન્યની સામે જોવા મળશે.






