મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

‘અનુપમા’ના સેટ પર ઘાયલ થઈ રૂપાલી ગાંગુલી, સીન શૂટ કરતી વખતે એક્ટ્રેસ સાથે થયો અકસ્માત

‘અનુપમા’ સીરિયલથી દરેક ઘરમાં ફેમસ બનેલ

‘અનુપમા’ના સેટ પર ઘાયલ થઈ રૂપાલી ગાંગુલી, સીન શૂટ કરતી વખતે એક્ટ્રેસ સાથે થયો અકસ્માત

‘અનુપમા’ સીરિયલથી દરેક ઘરમાં ફેમસ બનેલી રૂપાલી ગાંગુલીનું નામ દિવસેને દિવસે વધી રહ્યું છે. આટલું જ નહીં અભિનેત્રીની એક્ટિંગને કારણે સીરિયલની ટીઆરપી ત્રણ ગણી થવામાં વધુ સમય નથી લાગી રહ્યો. રૂપાલી તેના સેટથી લઈને તેના ઘર સુધીની તમામ અપડેટ સોશિયલ મીડિયા પર તેના ફેન્સને આપતી રહે છે. હાલમાં જ અભિનેત્રી સાથે ‘અનુપમા’ના સેટ પર અકસ્માત થયો હતો જેના કારણે તે ઘાયલ થઈ હતી.

ફોટો પોસ્ટ કરી આપી માહિતી

ટીવી એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીએ તેના ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી છે જેમાં તેના પગમાં ઈજા થઈ છે અને પાટો બાંધવામાં આવ્યો છે. ‘અનુપમા’ના સેટ પર એક સીન શૂટ કરતી વખતે અભિનેત્રી આ અકસ્માતનો ભોગ બની હતી અને ઈજા થઈ હતી. જોકે, ઈજા બહુ ગંભીર નથી પરંતુ તસવીર જોયા બાદ ફેન્સ તેને ધ્યાન રાખવાની સલાહ આપી રહ્યા છે. અભિનેત્રીએ તેના ઇજાગ્રસ્ત પગની તસવીર શેર કરી અને લખ્યું 'લો બોલો'. રૂપાલી ગાંગુલી ‘અનુપમા’ શોથી મજબૂત ફેન ફોલોઈંગ મેળવી રહી છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, ટૂંક સમયમાં સ્ટોરીમાં એક લીપ આવવાનો છે. જોકે, મેકર્સે હજી સુધી તે અંગે કોઈ કન્ફર્મેશન આપ્યું નથી.

શું ચાલી રહ્યું છે ‘અનુપમા’માં

અત્યારે સીરિયલમાં બતાવવામાં આવી રહ્યું છે કે, મેઘાએ અનુપમાને ચાકુ માર્યું હતું જેના કારણે તે જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈ લડી રહી છે. તબીબો અને ભગવાનના આશીર્વાદથી અનુપમાને નવું જીવન મળ્યું છે. હવે અનુજ અને આધ્યા આશા ભવનમાં એકસાથે અનુપમાના રિકવરીની ઉજવણી કરશે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા શોની સ્ટોરીમાં વનરાજની ભૂમિકા ભજવી રહેલા સુધાંશુ પાંડેએ 4 વર્ષ પછી ‘અનુપમા’ સીરિયલ છોડી દીધી હતી.

આ સમાચાર શેર કરો