મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

થિયેટર્સમાં નહીં થાય પુષ્પા અને સિંઘમ વચ્ચે ટક્કર, રોહિત શેટ્ટી બદલી શકે છે ફિલ્મની રિલીઝ ડેટ

15મી ઓગસ્ટે ‘પુષ્પા 2: ધ રુલ’ની સામે ‘સિંઘમ અગેઈન’નો મુકાબલો થવાનો હતો. પરંતુ, હા

થિયેટર્સમાં નહીં થાય પુષ્પા અને સિંઘમ વચ્ચે ટક્કર, રોહિત શેટ્ટી બદલી શકે છે ફિલ્મની રિલીઝ ડેટ

15મી ઓગસ્ટે ‘પુષ્પા 2: ધ રુલ’ની સામે ‘સિંઘમ અગેઈન’નો મુકાબલો થવાનો હતો. પરંતુ, હાલમાં ઈદના દિવસે અક્ષય કુમારની ‘બડે મિયાં છોટે મિયાં’ તથા અજય દેવગણની ‘મૈદાન’ બંને ફિલ્મોને બોક્સ ઓફિસ પર ટકરાવાથી નુકસાન થયું તેને પગલે હવે રોહિત શેટ્ટીએ ‘સિંઘમ અગેઈન’ની રિલીઝ આગામી દિવાળી પર ઠેલવાનું વિચાર્યું હોવાનું કહેવાય છે.

રોહિત શેટ્ટીની એક ગણતરી એવી પણ છે કે તેને રિલીઝ માટે બે-ત્રણ મહિનાનો વધુ સમય મળી જાય તો તે વીએફએક્સ તથા બેકગ્રાઉન્ડ સ્કોરને વધારે બહેતર બનાવી શકે.

અગાઉ રોહિત શેટ્ટીની ટીમ તરફથી દાવો થયો હતો કે તે કોઈપણ સંજોગોમાં 15મી ઓગસ્ટના લોંગ વીક એન્ડનો મોકો ગુમાવશે નહીં. તેણે કહ્યું હતું કે ભલે ‘પુષ્પા 2’ જેવી ફિલ્મ સામે આવતી હોય તો પણ ‘સિંઘમ’ ફ્રેન્ચાઈઝીનો પણ એક ખાસ ક્રેઝ છે અને તેવધારે સમય માટે ફિલ્મ પાછળ ઠેલીને ચાહકોને નિરાશ કરવા માગતા નથી.

પરંતુ અક્ષય અને અજય દેવગણ બોક્સ ઓફિસ પર ટકરાતા બંને ફિલ્મોના બિઝનેસને નુકસાન થયું છે. તે પછી ટ્રેડ નિષ્ણાતાના મતે રોહિત શેટ્ટી આ બિનજરૂરી ટક્કર ટાળે તે જ બહેતર હશે.

આ સમાચાર શેર કરો