મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

‘વિસ્ફોટ’થી સામે આવ્યો રિતેશ દેશમુખ અને ફરદીન ખાનનો ઈન્ટેન્સ લુક, જાણો ક્યારે અને કયાં રિલીઝ થશે ફિલ્મ

ફરદીન ખાન અને રિતેશ દેશમુખ તેમની આગામી ફિલ્મ ‘વિસ્ફોટ’ને લઈને ચર્ચામાં છે.

‘વિસ્ફોટ’થી સામે આવ્યો રિતેશ દેશમુખ અને ફરદીન ખાનનો ઈન્ટેન્સ લુક, જાણો ક્યારે અને કયાં રિલીઝ થશે ફિલ્મ

ફરદીન ખાન અને રિતેશ દેશમુખ તેમની આગામી ફિલ્મ ‘વિસ્ફોટ’ને લઈને ચર્ચામાં છે. ‘વિસ્ફોટ’નું શૂટિંગ બે વર્ષ પહેલા થયું હતું. ક્રાઈમ થ્રિલર ફિલ્મમાં ફરદીન અને રિતેશ સાથે ક્રિસ્ટલ ડિસોઝા પણ લીડ રોલમાં છે. આ ફિલ્મ થિયેટરોમાં નહીં પરંતુ OTT પર રિલીઝ થશે. આ ફિલ્મને ટી-સીરિઝ અને સંજય ગુપ્તાએ સંયુક્ત રીતે પ્રોડ્યુસ કરી છે. આ એક ક્રાઈમ આધારિત ફિલ્મ છે જે Jio સિનેમા પર રિલીઝ થશે. આ ફિલ્મનું પહેલું પોસ્ટર સામે આવ્યું છે. પોસ્ટરમાં ફરદીન અને રિતેશ ડેશિંગ લુકમાં જોવા મળ્યા હતા. પોસ્ટરમાં સ્પષ્ટ દેખાય છે કે, બંને એકબીજાની સામે હશે.

ફિલ્મનું પોસ્ટર શેર કરતી વખતે ફરદીને કેપ્શન લખ્યું, આ વર્ષના સૌથી મોટા ‘વિસ્ફોટ’ માટે તૈયાર રહો જે તમારી સ્ક્રીન પર થવા જઈ રહ્યો છે. ‘વિસ્ફોટ’ 6 સપ્ટેમ્બરે Jio સિનેમા પ્રીમિયર પર સ્ટ્રીમ થશે.

આ ફિલ્મનું શૂટિંગ બે વર્ષ પહેલા પૂર્ણ થયું હતું. નિર્માતાઓએ હવે આ ફિલ્મને રિલીઝ કરવાની જાહેરાત કરી છે. જૂન 2024માં, અહેવાલો બહાર આવ્યા હતા કે, ‘વિસ્ફોટ’ ડિજિટલ પ્લેટફોર્મ જિયો સિનેમા પર રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન કુકી ગુલાટીએ કર્યું છે. ભૂષણ કુમાર આ ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. તે 2012ની વેનેઝુએલાની ફિલ્મ રોક પેપર સીઝરની હિન્દી રીમેક છે. ફિલ્મમાં રિતેશ એક પાયલટની ભૂમિકામાં છે જેના દીકરાનું ફરદીન ખાન અપહરણ કરે છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, ફરદીન તાજેતરમાં અક્ષય સાથે ‘ખેલ ખેલ મેં’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. રિતેશ દેશમુખ અત્યારે બિગ બોસ મરાઠી હોસ્ટ કરી રહ્યો છે. આ સિવાય તે ‘હાઉસફુલ 5’ સહિત અન્ય પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે.

આ સમાચાર શેર કરો