મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

'OTT પ્લેટફોર્મ કન્નડ કન્ટેન્ટ ખરીદતા નથી', નેશનલ એવોર્ડ વિનર રિષભ શેટ્ટીનું છલકાયું દર્દ

70મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડમાં સુપરહિટ કન્નડ ફિલ્મ 'કંતારા' માટે એક્ટર રિષભ શેટ્ટીન

'OTT પ્લેટફોર્મ કન્નડ કન્ટેન્ટ ખરીદતા નથી', નેશનલ એવોર્ડ વિનર રિષભ શેટ્ટીનું છલકાયું દર્દ

70મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડમાં સુપરહિટ કન્નડ ફિલ્મ 'કંતારા' માટે એક્ટર રિષભ શેટ્ટીને બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. આ એવોર્ડ મળ્યા બાદ અભિનેતાએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, કન્નડ કન્ટેન્ટને ઓટીટી ખરીદવા માટે ખચકાટ અનુભવે છે.

બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યા બાદ અભિનેતાએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેણે ઓટીટી પ્લેટફોર્મ અંગે વાત કરી હતી. રિષભ શેટ્ટીએ કહ્યું કે, કન્નડ કન્ટેન્ટને ઓટીટી ખરીદતું નથી. કન્નડ ફિલ્મોમાં કોઈ ઓટીટી પ્લેટફોમ રોકાણ કરવા માંગતા નથી. જેના પગલે મેકર્સને નાછટૂકે યુટ્યુબ પર રિલીઝ કરવી પડે છે. જેના કારણે ભારે આર્થિક નુકસાન વેઠવું પડે છે. 

'કાંતારા' ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી

રિષભ શેટ્ટીને બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યા બાદ તેણે ટીમનો આભાર માન્યો હતો. એટલું નહીં એવોર્ડ ટીમને સમર્પિત કર્યો હતો. 'કાંતારા' ફિલ્મ 2022માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. વિશ્વભરમાં 400 કરોડથી વધુની કમાણી કરી હતી. અભિનેતા રિષભ શેટ્ટીએ જ  'કાંતારા' ફિલ્મનું દિગ્દર્શક કર્યું હતું. 

આ સમાચાર શેર કરો