રિચા અને અલી ફઝલે તેની લાડલીની પહેલી ઝલક બતાવી, ફોટો શેર કરી લખ્યો એક સુંદર મેસેજ
અભિનેતા અલી ફઝલ અને રિચા ચઢ્ઢા આ અઠવાડિયાની શરૂઆતમાં મંગળવાર, 16 જુલાઈના રોજ એક દીકરીન

અભિનેતા અલી ફઝલ અને રિચા ચઢ્ઢા આ અઠવાડિયાની શરૂઆતમાં મંગળવાર, 16 જુલાઈના રોજ એક દીકરીના માતા-પિતા બન્યા હતા. રવિવાર, 20 જુલાઈના રોજ, રિચા ચઢ્ઢા અને અલી ફઝલે ઈન્સ્ટાગ્રામ પર તેમની લાડલી દીકરીની પહેલી ઝલક બતાવી. તેમની દીકરીની પહેલી તસવીર શેર કરતી વખતે, દંપતીએ તેને તેમના જીવનનો 'સૌથી મોટો કોલેબ' ગણાવી.
અલી ફઝલ અને રિચા ચઢ્ઢાએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરીને તેમની દીકરીના પગની પહેલી ઝલક બતાવી છે. તેમની દીકરીની પહેલી તસવીર શેર કરતા, કપલે કેપ્શનમાં લખ્યું, "અમારા જીવનનો સૌથી મોટો કોલેબ કરવા માટે એક કોલેબ પોસ્ટ કરી રહ્યાં છીએ!! અમે ખરેખર ધન્ય છીએ. અમારી દીકરી અમને ખૂબ વ્યસ્ત રાખે છે. તો તમારા પ્રેમ અને આશીર્વાદ માટે આપ સૌનો આભાર.
રિચા-અલીને દીકરીના જન્મ બદલ અભિનંદન
રિચા ચઢ્ઢા અને અલી ફઝલે તેમની દીકરીની પહેલી તસવીર શેર કરતાની સાથે જ લોકો તેમને અભિનંદન પાઠવતા જોવા મળ્યા હતા. ફેન્સ ઉપરાંત રિચા અને અલીના કો-સ્ટાર્સ અને અન્ય ફિલ્મ સ્ટાર્સ પણ અભિનેતા અને અભિનેત્રીને તેમની દીકરીના જન્મ પર અભિનંદન આપી રહ્યા છે.
18મી જુલાઈએ દીકરીના જન્મની જાહેરાત કરી
ઉલ્લેખનીય છે કે, 18 જુલાઈના રોજ ફુકરે સ્ટાર્સે એક સંયુક્ત નિવેદન જારી કરીને તેમની દીકરીના જન્મની જાહેરાત કરી હતી. તેણે પોસ્ટમાં લખ્યું, “અમે 16.07.24ના રોજ એક સ્વસ્થ બાળકીના આગમનની જાહેરાત કરતા અત્યંત ખુશ છીએ! અમારા પરિવારો ખૂબ જ ખુશ છે અને અમે અમારા શુભેચ્છકોનો તેમના પ્રેમ અને આશીર્વાદ માટે આભાર માનીએ છીએ.
રિચા અને અલીએ 2020માં કર્યા હતા લગ્ન
રિચા ચઢ્ઢા અને અલી ફઝલના લગ્ન 2020માં સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ થયા હતા. તેઓએ 2022માં તેમના લગ્નની ઉજવણી કરી, કારણ કે, તે પહેલા કોવિડ-9નો સમય હતો. વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, રિચા ચઢ્ઢા છેલ્લે સંજય લીલા ભણસાલીની 'હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર'માં જોવા મળી હતી, જ્યાં તેણે લજ્જોનું પાત્ર ભજવ્યું હતું. બીજી તરફ અલી ફઝલ ક્રાઈમ ડ્રામા 'મિર્ઝાપુર'ની ત્રીજી સિઝનમાં જોવા મળી રહ્યો છે.








