મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

રિયા ચક્રવર્તીને સુપ્રીમમાંથી મળી મોટી રાહત, સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે જોડાયેલી ઘટના

સુપ્રીમ કોર્ટમાંથી બોલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તીને આજે મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે અભ

રિયા ચક્રવર્તીને સુપ્રીમમાંથી મળી મોટી રાહત, સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે જોડાયેલી ઘટના

સુપ્રીમ કોર્ટમાંથી બોલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તીને આજે મોટી રાહત મળી છે.  સુપ્રીમ કોર્ટે અભિનેત્રી, તેના ભાઈ શૌક અને પિતા ઈન્દ્રજિત ચક્રવર્તી વિરુદ્ધ લુક આઉટ નોટિસ રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને યથાવત રાખ્યો છે. 2020માં સીબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલી આ નોટિસને હાઈકોર્ટે  ફેબ્રુઆરી 2024માં રદ કરી હતી. સાથે જ સુપ્રીમ કોર્ટે આ વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકારની અરજીને પણ ફગાવી દીધી છે.

જસ્ટિસ બીઆર ગવઈ અને કેવી વિશ્વનાથનની બેન્ચે જણાવ્યું હતું કે, આ અરજી નકામી હતી. અને માત્ર એટલા માટે દાખલ કરવામાં આવી હતી કારણ કે આરોપીઓ હાઈપ્રોફાઈલ હતા.

જસ્ટિસ બીઆર ગવઈએ કહ્યું કે અમે ચેતવણી આપી રહ્યા છીએ. તમે આ વ્યર્થ પિટિશન એટલા માટે દાખલ કરી રહ્યા છો કારણ કે એક આરોપી હાઈ-પ્રોફાઈલ વ્યક્તિ છે. આ બાબતે ચોક્કસ બહુ મોટી કિંમત ચુકવવી પડશે. સમાજમાં ઊંડા મૂળ ધરાવે છે. જો સીબીઆઈ દંડ અને કઠોર ટિપ્પણી સાંભળવા માંગે છે તો આ મામલે ચર્ચા કરે. 
 
જણાવી દઈએ કે દિવંગત સુશાંત સિંહ રાજપૂતના પરિવારે અભિનેતાના મૃત્યુની તપાસની માંગ કરતા પટનામાં કેસ દાખલ કર્યો હતો. રિયા ચક્રવર્તી પર સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો. આ હાઈપ્રોફાઈલ કેસની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી હતી. સીબીઆઈએ ઓગસ્ટ 2020માં આ કેસમાં અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેના પરિવાર વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરી હતી. આ નોટિસને રિયા અને તેના પરિવારે હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

ફેબ્રુઆરીમાં, બોમ્બે હાઈકોર્ટે 2020 માં રિયા ચક્રવર્તી અને તેના પરિવારના બે સભ્યો સામે સીબીઆઈ દ્વારા જારી કરાયેલ એલઓસીને રદ કરી દીધું હતું. સીબીઆઈએ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જો કે આજે સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટના આદેશને યથાવત રાખ્યો છે.

જણાવી દઈએ કે 34 વર્ષીય સુશાંત સિંહ રાજપૂત 14 જૂનના રોજ તેના બાંદ્રા એપાર્ટમેન્ટમાં ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. સુશાંતે પોતાના કરિયરની શરૂઆત ટીવીથી કરી અને પછી તેણે બોલિવૂડમાં ઘણી ફિલ્મો કરી અને પોતાની ઓળખ બનાવી. સુશાંતની છેલ્લી ફિલ્મ દિલ બેચારા હતી. 

આ સમાચાર શેર કરો