મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

સોનાક્ષી-ઝહીરના રિસેપ્શનમાં આકર્ષણનું કેન્દ્ર બની રેખા, 69 વર્ષની ઉંમરે પણ પોતાના લુકથી બધાને બનાવ્યા દિવાના 

રેખા માટે ઉમર માત્ર નંબર હોવાનું કહેવાય છે. 69 વર્ષની થી હોવા છ્તાં રેખાની સુંદરતા આજે

સોનાક્ષી-ઝહીરના રિસેપ્શનમાં આકર્ષણનું કેન્દ્ર બની રેખા, 69 વર્ષની ઉંમરે પણ પોતાના લુકથી બધાને બનાવ્યા દિવાના 

રેખા માટે ઉમર માત્ર નંબર હોવાનું કહેવાય છે. 69 વર્ષની થી હોવા છ્તાં રેખાની સુંદરતા આજે પણ યથાવત છે. આજે પણ તેની સુંદરતા અન્ય અભિનેત્રીઓની ચમકને નિસ્તેજ કરે છે. રેખા કોઈપણ આમંત્રણ અથવા પાર્ટીમાં હાજરી આપે ત્યાં લોકો કેમેરા તેની સામેથી ખસેડતા જ નથી. હાલમાં જ તે સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલની રિસેપ્શન પાર્ટીમાં આવી હતી ત્યારે કંઈક આવું જ બન્યું હતું. આ દરમિયાન રેખા જ્યારે પોતાની પૂરી તૈયારી સાથે પાર્ટીમાં આવી તો બધા તેને જોઈ જ રહ્યા.

સોનાક્ષી-ઝહીરની પાર્ટીમાં રેખા ખૂબ જ સુંદર લાગી રહી હતી

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલની પાર્ટીમાં રેખા ક્રીમ અને ગોલ્ડન સિલ્કનો સૂટ પહેરીને પહોંચી હતી. આ લુક સાથે, અભિનેત્રીએ માંગ ટિક્કા, કાનમાં મોટી બુટ્ટી અને ગળામાં લાંબો નેકલેસ પહેર્યો હતો, જેમાં તે અદ્ભુત દેખાતી હતી. રેખાએ સૂટની સાથે ગોલ્ડન હાઈ હીલ્સ સાથે પોતાનો લુક પૂરો કર્યો. આ સાથે, તેણીએ તેના હાથમાં ઘણી બંગડીઓ સાથે હળવા લીલા રંગનું સ્ટાઇલિશ પોટલી પર્સ કેરી કર્યું હતું.  જે તેના દેખાવમાં વધારો કરી રહ્યું હતું. સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલની પાર્ટીમાં રેખાના આ લુકને કોઈ ટક્કર આપી શક્યું નહીં. આ લુકની સાથે એવરગ્રીન એક્ટ્રેસનો મેક-અપ પણ અદભૂત લાગતો હતો. બ્રાઉન શેડ મેકઅપ અને લાલ લિપસ્ટિક સાથે, તેના વાળ બનમાં બાંધેલા હતા અને રેખા આ પાર્ટીમાં તેના દેખાવથી કયામત લાવી દીધી હતી. જ્યારે તે આ પાર્ટીમાં પ્રવેશી ત્યારે બધા તેની સામે જોતા જ રહ્યા.

રેખાની ફિલ્મો

રેખાએ 1970માં રિલીઝ થયેલી ફિલ્મ 'સાવન ભાદોં' દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. રેખાની પહેલી જ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી, ત્યારબાદ રેખા રાતોરાત સ્ટાર બની ગઈ હતી. પરંતુ રેખાને વાસ્તવિક ઓળખ 1976માં રિલીઝ થયેલી ફિલ્મ 'દો અંજાને'થી મળી હતી, જેમાં તે અભિનેતા અમિતાભ બચ્ચન સાથે જોવા મળી હતી. આ ફિલ્મમાં રેખાની એક્ટિંગ અને અમિતાભ બચ્ચન સાથેની તેની કેમેસ્ટ્રીને ચાહકોએ ખૂબ વખાણી હતી. આ પછી રેખાએ બોલીવુડને ઘણી સુપરહિટ ફિલ્મો આપી, જેમાં 'ખૂન ભરી માંગ', 'મુકદ્દર કા સિકંદર', 'મિસ્ટર નટવરલાલ', 'સુહાગ', 'જુદાઈ', 'કામસૂત્રઃ ટેલ ઓફ લવ', 'ઉમરાવ જાન', 'સિલસિલા', 'ખિલાડીયો કા ખિલાડી', 'બીવી હો તો ઐસી', 'રામ બલરામ' સહિત અનેક હિટ ફિલ્મોનો સમાવેશ થાય છે. જોકે રેખા લાંબા સમયથી સિલ્વર સ્ક્રીન પર જોવા મળી નથી. પરંતુ આજે પણ રેખાને તેના ચાહકો સિલ્વર સ્ક્રીનની રાણી કહે છે. આ જ કારણ છે કે રેખાની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.

આ સમાચાર શેર કરો