મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

બોલિવૂડની આ અભિનેત્રીના પ્રેમમાં હતા રતન ટાટા, કરવા હતા લગ્ન પણ અધૂરો રહી ગયો પ્રેમ

રતન ટાટાએ પોતાની મહેનતના આધારે પોતાના સપના સાકાર ક

બોલિવૂડની આ અભિનેત્રીના પ્રેમમાં હતા રતન ટાટા, કરવા હતા લગ્ન પણ અધૂરો રહી ગયો પ્રેમ

રતન ટાટાએ પોતાની મહેનતના આધારે પોતાના સપના સાકાર કર્યા અને ખૂબ નામ, ખ્યાતિ અને પૈસા કમાયા. તેમણે જીવનમાં તે બધું હાંસલ કર્યું જે દરેક માટે શક્ય નથી પરંતુ પ્રેમની બાબતમાં બિઝનેસ ટાયકૂનનું નસીબ ખરાબ નીકળ્યું. જોકે, તે બોલિવૂડની એક અભિનેત્રીના પ્રેમમાં પડ્યા હતા અને તેની સાથે લગ્ન કરવા પણ ઈચ્છતા હતા, પરંતુ સમય અને સંજોગોએ તેમના પ્રેમને લગ્નની મંઝિલ સુધી પહોંચવા ન દીધા. ચાલો આજે જાણીએ કે એ અભિનેત્રી કોણ હતી જેની સાથે રતન ટાટાને ગાઢ પ્રેમ હતો.

બોલિવૂડ અભિનેત્રીએ કબૂલી હતી પ્રેમ સંબંધની વાત

બિઝનેસ ટાઇટન રતન ટાટાનું 86 વર્ષની વયે અવસાન થયું છે. વિશ્વ તેમને એક સફળ ઉદ્યોગપતિ અને પરોપકારી વ્યક્તિ તરીકે ઓળખે છે. પરંતુ લોકો તેમના અંગત જીવન વિશે વધુ જાણતા નથી. શું તમે જાણો છો કે, તે એક સમયે બોલિવૂડ અભિનેત્રી સિમી ગરેવાલ સાથે પ્રેમ સંબંધમાં હતા? હા, રતન ટાટા પણ બોલિવૂડ અભિનેત્રી સિમી ગરેવાલના પ્રેમમાં પડ્યા હતા. જોકે, તેમનો પ્રેમ પણ અધૂરો રહ્યો. એક ઈન્ટરવ્યુમાં સિમી ગરેવાલે કબૂલ કર્યું હતું કે તેના રતન ટાટા સાથે પ્રેમ સંબંધ હતી. સિમીએ જણાવ્યું હતું કે, બંને લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરતા હતા. રતન ટાટાના વખાણ કરતાં સિમીએ કહ્યું હતું કે, "રતન અને મારો લાંબો સંબંધ છે. તે એક પરફેક્ટ વ્યક્તિ છે. તેની સેન્સ ઑફ હ્યૂમર ખૂબ જ સારી છે અને તે એક પરફેક્ટ જેન્ટલમેન છે. તેમના માટે પૈસા ક્યારેય મહત્ત્વના નથી.

પત્ની કે પરિવાર ન હોવાને કારણે એકલતા અનુભવું છું

સિમી અને રતન ટાટાનો પ્રેમ પૂરો થઈ શક્યો નહીં પરંતુ એકબીજા પ્રત્યેનો તેમનો આદર ક્યારેય ઓછો થયો નહીં. એકવાર, બિઝનેસ ટાયકૂન રતન ટાટા પણ સિમી ગરેવાલના ટૉક શો 'રેન્જવ્યૂ વિથ સિમી ગરેવાલ'માં દેખાયા હતા. આ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે, તેમણે ક્યારેય લગ્ન કેમ કર્યા નથી. આના પર રતન ટાટાએ ખુલાસો કર્યો હતો કે, "વસ્તુઓની આખી સીરિઝ (મને લગ્ન કરવાથી રોકી હતી) - સમય, તે સમયે મારું ધ્યાન કામ પર હતું. હું ઘણી વખત લગ્ન કરવાની નજીક પણ આવ્યો હતો, પરંતુ વસ્તુઓ કામ કરી શકી ન હતી."

તેમણે ખુલાસો કર્યો હતો કે, તે લગભગ ચાર વખત પ્રેમમાં પડ્યા હતા અને લગ્નની નજીક હતા, પરંતુ સંજોગોને કારણે તે દરેક વખતે લગ્ન કરી શક્યા નહીં. જોકે, તેમણે સ્વીકાર્યું કે, ક્યારેક તે એકલતા અનુભવે છે. રતન ટાટાએ કહ્યું હતું કે, "પત્ની કે પરિવાર ન હોવાને કારણે હું ક્યારેક હું એકલતા અનુભવું છું અને કેટલીકવાર હું તેના માટે ઝંખું છું. કેટલીકવાર હું બીજાની લાગણીઓ અથવા અન્ય કોઈની ચિંતા ન કરવાની સ્વતંત્રતાનો આનંદ માણું છું. તો બીજી તરફ ઘણી વખત થોડો એકલો પડી જાવ છું."

સિમી ગરેવાલે રતન ટાટા માટે લખી ગુડબાય નોટ

રાતા ટાટાના નિધનના આઘાતજનક સમાચાર મળતા જ તેમને અલવિદા કહેવા લોકોનો ધસારો થયો હતો. સિમી ગરેવાલે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર રતન ટાટા માટે એક ઈમોશનલ નોટ પણ લખી છે. જેમની સાથે તેમનો ઊંડો ઈતિહાસ છે. તેમને અંતિમ 'વિદાય' આપતા લખ્યું, "તેઓ કહે છે કે, તમે જતા રહ્યા છો, તમારા જવાની ખોટની ભરપાઈ કરવી મુશ્કેલ થશે, મારા મિત્રને વિદાય...રતન ટાટા."

રતન ટાટાએ 9 ઓક્ટોબર 2024ના લીધા અંતિમ શ્વાસ

આ અઠવાડિયાની શરૂઆતમાં રતન ટાટાના બીમાર હોવાની અફવાઓ ઇન્ટરનેટ પર ફેલાઈ હતી પરંતુ તેમણે દાવાઓને ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે, તેમની ઉંમર સંબંધિત પરિસ્થિતિઓને કારણે તે માત્ર નિયમિત તબીબી તપાસ હતી. તેમણે લોકોને તેમના સ્વાસ્થ્ય વિશે ખોટી માહિતી ન ફેલાવવાની અપીલ પણ કરી હતી. પરંતુ તેમના મૃત્યુના સમાચાર 9 ઓક્ટોબર 2024ના રોજ મળ્યા હતા. રતન ટાટાનું 86 વર્ષની વયે મુંબઈની એક હોસ્પિટલમાં અવસાન થયું. અહેવાલો અનુસાર, તેમની હાલત ગંભીર હતી અને તેઓ ICUમાં હતા.

આ સમાચાર શેર કરો