હૈદરાબાદમાં યોજાયું Rashmika-Vijayનું ગ્રાન્ડ રિસેપ્શન, વેડિંગ સેલિબ્રેશન બાદ કપલનો આ છે પ્લાન

વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના હવે મિસ્ટર એન્ડ મિસીસ બની ગયા છે. બંનેએ ઉદયપુરમાં ભવ્ય લગ્ન કર્યા બાદ હૈદરાબાદમાં એક શાનદાર રિસેપ્શન પાર્ટી હોસ્ટ કરી હતી.
(Credit: Instagram handle of varindertchawla)
4 માર્ચ 2026 ના રોજ, રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ લગ્નના 6 દિવસ બાદ હૈદરાબાદની તાજ કૃષ્ણા હોટલમાં એક શાનદાર રિસેપ્શન પાર્ટી રાખી હતી, જેમાં બોલિવૂડ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ સિતારાઓ સામેલ થયા હતા. રામ ચરણથી લઈને અલ્લુ અર્જુન સુધીના ઘણા સિતારાઓએ રશ્મિકા-વિજયના આ જશ્નમાં ચાર ચાંદ લગાવ્યા હતા.
(Credit: Instagram handle of viralbhayani)
લગ્ન બાદ રશ્મિકા-વિજયનો પ્લાન
વેડિંગ રિસેપ્શન સેલિબ્રેશન દરમિયાન રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ પેપરાઝીને પોઝ આપ્યા હતા અને તેમની સાથેની વાતચીતમાં લગ્ન પછીનો પોતાનો પ્લાન જણાવ્યો હતો. તેમણે જણાવ્યું કે સેલિબ્રેશન પૂરું થયા પછી તેઓ આખરે શું કરવાનું વિચારી રહ્યા છે. પેપ્સને પોઝ આપતી વખતે વિજયે કહ્યું:
"અમે આશા રાખીએ છીએ કે હવે આ સેલિબ્રેશન પૂરું થઈ જશે અને હવે અમે અંડરગ્રાઉન્ડ થઈને શાંત રહીશું. આભાર."
(Credit: Instagram handle of viralbhayani)
તેમના આ નિવેદન પરથી સ્પષ્ટ છે કે રિસેપ્શન પછી બંને પોતાના લગ્નજીવન અને કરિયર પર ધ્યાન આપશે.
રશ્મિકા અને વિજયનો રિસેપ્શન લુક
કપલના આઉટફિટની વાત કરીએ તો બંને ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા હતા. વિજયે સાઉથ ઈન્ડિયન વ્હાઇટ ધોતી સાથે શોર્ટ કુર્તા સ્ટાઇલ કર્યો હતો, જેમાં તે ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો.

