Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Rashmika Mandana shared wedding photos with emotional caption

Photos / લગ્નના બંધનમાં બંધાયા Rashmika Mandana અને Vijay Deverakonda, એક્ટ્રેસે શેર કરી તસવીરો

Timeછેલ્લું અપડેટ : 27 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Photos / લગ્નના બંધનમાં બંધાયા Rashmika Mandana અને Vijay Deverakonda, એક્ટ્રેસે શેર કરી તસવીરો
સોર્સ : GSTV

રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા 26 ફેબ્રુઆરીના રોજ લગ્નના બંધનમાં બંધાયા છે. ઉદયપુરમાં આ ફિલ્મી કપલના લગ્નના જે ફોટોની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે આખરે સામે આવી ગયા છે. રશ્મિકાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ઈમોશનલ નોટ સાથે ફોટો શેર કર્યા. ઉદયપુરની હોટેલ ITC મેમેન્ટોસમાં છેલ્લા બે દિવસથી લગ્નના ફંક્શન ચાલી રહ્યા હતા. 25 ફેબ્રુઆરીના રોજ હલ્કીનું ફંક્શન ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યું હતું અને તેના ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા હતા. હવે લગ્નના ફોટા પણ સામે આવ્યા છે. આ ફોટા શેર કરતા રશ્મિકા મંદાનાએ ઈમોશનલ કેપ્શન પણ લખ્યું છે.

App Store

લગ્નની એક ઝલક

જેમાં રશ્મિકા મંદાનાએ લખ્યું છે, "નમસ્તે પ્રિયજનો, હું તમને મારા પતિનો પરિચય કરાવવા માંગુ છું. વિજય દેવરકોંડા. તે માણસ જેણે મને સાચો પ્રેમ શીખવ્યો. તે માણસે મને દેખાડ્યું કે શાંતિમાં રહેવું કેવું લાગે છે. તે વ્યક્તિ જેણે મને શીખવ્યું કે મોટા સપના કોઈ ખોટી વાત નથી. સાથે તે પણ અહેસાસ કરાવ્યો કે હું કંઈ પણ કરી શકું છું. એ વ્યક્તિ જેણે મારા કરતાં મારા પર વધુ વિશ્વાસ કર્યો. એ વ્યક્તિ જેણે મને ક્યારેય ડાન્સ કરતા નથી અટકાવી. એ વ્યક્તિ જેણે મને મિત્રો સાથે મુસાફરી કરવાનું શીખવ્યું અને મારા પર વિશ્વાસ કરો, હું આ વ્યક્તિ પર એક પુસ્તક લખી શકું છું."

તેણે આગળ લખ્યું, "હું એવી સ્ત્રી બની ગઈ છું જેનું મેં હંમેશા સ્વપ્ન જોયું હતું, કારણ કે તમે મને આજે જે છું તે બનાવી છે. હું ખરેખર ખૂબ જ ભાગ્યશાળી છું. વિજ્જુ, તારા માટે મારી લાગણીઓને વર્ણવવા માટે મારી પાસે શબ્દો નથી! મેં હંમેશા તને આ કહ્યું છે. પણ તને ખબર છે, અચાનક મારી બધી સિદ્ધિઓ, સંઘર્ષ, ખુશી, દુ:ખ, આનંદ, જીવન - બધું જ હવે ઘણું વધારે અર્થપૂર્ણ બની જાય છે, કારણ કે તું મારી સાથે છે, આ બધાનો સૌથી મોટો ભાગ. હું તારી પત્ની બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છું! તારી પત્ની બનવું, તારી પત્ની કહેવાવું, તે એક પાર્ટી જેવું છે. ચાલો સાથે મળીને શ્રેષ્ઠ જીવન જીવીએ. હું તને પ્રેમ કરું છું."

રશ્મિકા અને વિજય 2018થી મિત્રો છે 

તમને જણાવી દઈએ કે રશ્મિકા મંદાના અને વિજય દેવેરાકોંડા ઘણા વર્ષો સમયથી ગાઢ મિત્રો છે. તેઓએ એક ફિલ્મમાં સાથે અભિનય કર્યો હતો જે સુપરહિટ રહી હતી. આ પછી તેઓ મિત્રો બન્યા અને તે મિત્રતા પ્રેમમાં પરિણમી. લગ્ન પહેલા તેઓ રિલેશનશિપમાં હતા. તેઓ ઘણીવાર સાથે વેકેશન પર જોવા મળતા હતા અને તેમના વેકેશનના ફોટો સામે આવતા હતા. હવે ફિલ્મ જગતનું આ રૂમર્ડ કપલ સત્તાવાર રીતે પતિ-પત્ની બની ગયું છે. રશ્મિકા અને વિજયને તેમના લગ્ન માટે શુભેચ્છાઓ મળી રહી છે અને ફેન્સ સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવી રહ્યા છે.