રશ્મિકા મંદાના કારણે અટકી ગયું સલમાન ખાનની ફિલ્મનું શૂટિંગ, એક્ટ્રેસને જીમમાં પહોંચી ઈજા
સાઉથની ફેમસ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાને જીમમાં ઈજા પહોંચી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. એક્ટ્રેસ મંદાના 10 જાન્યુઆરીએ

સાઉથની ફેમસ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાને જીમમાં ઈજા પહોંચી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. એક્ટ્રેસ મંદાના 10 જાન્યુઆરીએ સલમાન ખાન સાથે તેની આવનારી ફિલ્મ 'સિકંદર' નું છેલ્લું શેડ્યૂલ શરૂ કરવાની તૈયારી કરી રહી હતી. પરંતુ શૂટિંગ શરૂ થવાની થોડીવાર પહેલા તેને જીમમાં ઈજા પહોંચી હતી. જેના કારણે તેની ફિલ્મનું શૂટિંગ થોડા સમય માટે રોકી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: સલમાન ખાનને લગ્ન માટે કેવી છોકરી જોઈએ છે? પિતા સલીમ ખાને કર્યો મોટો ખુલાસો
થોડો વિરામ લેવાની સલાહ આપવામાં આવી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એક્ટ્રેસે તેના વ્યસ્ત શેડ્યૂલને ફરીથી શરૂ કરતાં પહેલા સંપૂર્ણપણે સ્વસ્થ થવાની જરૂર છે. જેથી હાલમાં તેને થોડો વિરામ લેવાની સલાહ આપવામાં આવી છે. જોકે, સમાચાર પ્રમાણે હાલમાં એ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે, તે હવે ધીમે ધીમે સ્વસ્થ થઈ રહી છે અને ટૂંક સમયમાં સેટ પર પરત ફરશે.
રશ્મિકા મંદાનાને પહોંચી ઈજા
રશ્મિકા મંદાનાના નજીકના એક સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી પ્રમાણે, 'રશ્મિકા હાલમાં જ થોડો સમય પહેલા જીમમાં ઘાયલ થઈ હતી જેના કારણે હાલમાં તે આરામ કરી રહી છે અને સ્વસ્થ થઈ રહી છે.' જોકે, હાલમાં ઈજા પહોંચવાના કારણે તેમની ફિલ્મનું શૂટિંગ બંધ કરવામાં આવ્યું છે. અને રિપોર્ટ મુજબ તે થોડા સમયમાં શૂટિંગ માટે પરત ફરી શકે તેવી સંભાવના છે.






