મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

અનંત-રાધિકા પ્રી-વેડિંગઃ ચશ્મા અને ટોપી પહેરી રણવીર સિંહે આ રીતે કરી ક્રૂઝ પાર્ટી એન્જોય

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન

અનંત-રાધિકા પ્રી-વેડિંગઃ ચશ્મા અને ટોપી પહેરી રણવીર સિંહે આ રીતે કરી ક્રૂઝ પાર્ટી એન્જોય

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન જામનગર કે મુંબઈમાં નહીં, પરંતુ ઈટલીના ક્રૂઝ પર યોજાયું છે. અંબાણી પરિવારના સેલિબ્રેશનમાં ઘણા બિઝનેસમેન ઉપરાંત બોલિવૂડના ઘણા સેલેબ્સે પણ હાજરી આપી હતી. હવે ધીમે-ધીમે અનંત-રાધિકાના પ્રી-વેડિંગ સેલિબ્રેશનથી બોલિવૂડ સેલેબ્સની તસવીરો પણ સામે આવી રહી છે. આ દરમિયાન, ક્રૂઝ પરથી રણવીર સિંહનો બીજો ફોટો વાયરલ થયો છે, જેમાં એક્ટર આંખોમાં ચશ્મા અને માથા પર ટોપી પહેરીને ખૂબ જ સ્ટાઇલિશ દેખાઈ રહ્યો છે.

રણવીર સિંહનો બીજો ક્રૂઝ ફોટો થયો વાયરલ

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના ક્રૂઝ પર થઈ રહેલા પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાંથી રણવીર સિંહની નવી તસવીર સામે આવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક ફેન પેજ દ્વારા રણવીર સિંહનો નવો ફોટો શેર કરવામાં આવ્યો છે. ફોટામાં, રણવીર ચશ્મા, માથા પર કાળી કેપ અને કાળો કોટ પહેરીને સ્ટાઇલ અને સ્મિત સાથે સેલ્ફી લેતો જોવા મળે છે. રણવીર સિંહ સાથે એક છોકરો પણ હસતો જોવા મળે છે.

પહેલા જ વાયરલ થઈ ચૂક્યો છે રણવીરનો ફોટો

અંબાણી પરિવારની ક્રૂઝ પાર્ટીમાંથી રણવીર સિંહનો એક ફોટો વાયરલ થયો છે, જેને ફેશન ડિઝાઈનર શિલ્પા મિત્તલે તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. ક્રૂઝ પાર્ટીમાં રણવીર સિંહનો શિલ્પા મિત્તલ સાથેનો ફોટો પણ વાયરલ થયો હતો.

અનંત-રાધિકાની પાર્ટીમાં સામેલ નહોતી થઈ દીપિકા

દીપિકા પાદુકોણે રણવીર સિંહ સાથે અંબાણી પરિવારની ક્રૂઝ પાર્ટીમાં હાજરી આપી ન હતી. આ વખતે રણવીર સિંહ એકલો અનંત-રાધિકાના પ્રી-વેડિંગ સેલિબ્રેશનનો ભાગ બન્યો છે. હાલ દીપિકા મુંબઈમાં છે.

બોલિવૂડના અનેક સેલેબ્સે આપી આ ક્રૂઝ પાર્ટીમાં હાજરી

ઉલ્લેખનીય છે કે, જામનગરમાં અંબાણી પરિવારની પાર્ટીમાં લગભગ તમામ બોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી. પરંતુ આ વખતે માત્ર અમુક જ લોકો અનંત-રાધિકાના લગ્ન પહેલાની ઉજવણીનો ભાગ બન્યા છે. જેમાં સારા અલી ખાન, જાહ્નવી કપૂર, ઈબ્રાહિમ અલી ખાન, રણવીર સિંહ, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, સલમાન ખાન અને શાહરૂખ ખાનના નામ સામેલ છે.

આ સમાચાર શેર કરો