રણવીર અલ્હાબાદિયાનો વિવાદિત વીડિયો Youtube પરથી હટાવાયો
સ્ટેન્ડઅપ કોમેડિયન સમય રૈનાના યુ ટ્યુબ રિયાલિટી શો ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ નામના શોમાં સ્પર્ધોને

સ્ટેન્ડઅપ કોમેડિયન સમય રૈનાના યુ ટ્યુબ રિયાલિટી શો ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ નામના શોમાં સ્પર્ધોને મહેમાન તરીકે આવેલાં દેશના સૌથી ટોચના યુટ્યુબર્સમાંથી એક રણવીર અલ્હાબાદિયાએ માતાપિતાની જાતીય પ્રવૃતિ વિશે બિભત્સ સવાલ કર્યો હતો જેના પગલે વિવાદ થયો છે. Youtubeએ રણવીર અલ્હાબાદિયાની શોમાં કરવામાં આવેલી ટિપ્પણીની ક્લિપનો વીડિયો હટાવી દીધો છે. સૂચના અને પ્રસારણ મંત્રલાયની નોટિસ મળ્યા બાદ યુ ટ્યુબે એક્શન લીધુ છે.
મુંબઇ પોલીસ પણ એક્શનમાં
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ મામલે જણાવ્યું હતું કે મેં આ ક્લિપ જોઇ નથી પણ હું જણાવવા માંગુ છું કે દરેક જણને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય છે પણ જ્યારે આપણે બીજાના અભિવ્યક્તિ સ્વાતંત્ર્યને કચડીએ તો એ સ્વતંત્રતા ત્યાં પુરી થઇ જાય છે. આપણાં સમાજના નિયમનો કોઇ ભંગ કરે તો તેની સામે પગલાં લેવામાં આવશે. દરેક જણની એક હદ હોય છે જો કોઇ તે વટાવશે તો તેને અમે છોડીશું નહીં.
યૂ ટ્યુબરની જીભ કાપનારને 5 લાખનું ઇનામ
વિવાદ બાદ રણવીર અલ્હાબાદિયાએ માફી માંગી છે પરંતુ આ વિવાદ વધી ગયો છે. આ વચ્ચે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ફૈજાન અંસારીએ રણવીર અલ્હાબાદિયાની જીભ કાપનારને 5 લાખ રૂપિયા ઇનામ આપવાની વાત કરી છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસની દખલથી મુંબઇ પોલીસ સક્રિય બની છે. માનવ અધિકાર પંચને પણ ફરિયાદ કરવામાં આવી છે. યુ-ટ્યુબ સામે પણ પગલાં લેવા માંગ કરવામાં આવી હતી. ITની સંસદીય કમિટીમાં પણ મુદ્દો ઉઠાવાશે.








