રાની મુખર્જી અને કાજોલના ભાઈ સમ્રાટ મુખર્જીની ધરપકડ, બાઇક સવારને મારી ટક્કર
રાની મુખર્જી અને કાજોલના પિતરાઈ ભાઈ અને બંગાળી અ

રાની મુખર્જી અને કાજોલના પિતરાઈ ભાઈ અને બંગાળી અભિનેતા સમ્રાટ મુખર્જી કોલકાતામાં ધરપકડ બાદ ચર્ચામાં આવ્યા છે. મંગળવારે સવારે દક્ષિણ-પશ્ચિમ કોલકાતાના બેહાલા વિસ્તારમાં અકસ્માત બાદ ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં તેની કાર કથિત રીતે મોટરસાઇકલ સાથે અથડાઈ હતી.
એક અહેવાલ અનુસાર, બેહાલાના વિદ્યાસાગર કોલોનીમાં રહેતા 29 વર્ષીય બાઇક સવારને શરૂઆતમાં એમ. આર. બાંગુર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. આ પછી તેને વધુ સારવાર માટે એસકેએમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે, સમ્રાટ મુખર્જીની ધરપકડ કરવામાં આવી છે. ચાલુ તપાસના ભાગરૂપે તેને મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યો હતો.
પ્રત્યક્ષદર્શીઓએ આ જણાવ્યું, બાઇક સવારનું નિવેદન પણ
ઘટનાનું વર્ણન કરતાં બાઇક સવારે જણાવ્યું કે, તે રાત્રે લગભગ સાડા બાર વાગે ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે ખોટી દિશામાંથી તેજ ગતિએ આવી રહેલી કારે તેને ટક્કર મારી, જેના કારણે તે બેભાન થઈ ગયો. ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, સમ્રાટ મુખર્જી બેહાલા ચોરાસ્તાથી ટોલીગંજ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમણે પોતાના વાહન પરનો કાબૂ ગુમાવી દીધો, જેના કારણે ટક્કર થઈ. મોટરસાયકલ સાથે અથડાયા બાદ તેની કાર પણ નજીકના મકાન સાથે અથડાઈ હતી અને તેની બાઉન્ડ્રી વોલને નુકસાન થયું હતું.
બોલિવૂડમાં કામ કરી ચૂક્યો છે સમ્રાટ મુખર્જીએ, આ છે સંબંધીઓ
કાજોલ, રાની મુખર્જી, તનિષા મુખર્જી અને 'બ્રહ્માસ્ત્ર'ના દિગ્દર્શક અયાન મુખર્જીના પિતરાઈ ભાઈ સમ્રાટ મુખર્જીએ પણ ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. તે 'રામ ઔર શ્યામ', 'ભાઈ ભાઈ', 'જંજીર', 'સિકંદર સડક કા' અને 'હમ હૈ રાહી કર કે' જેવી બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળ્યો હતો.






