મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

'રામાયણ'માં રણબીર કપૂરનો હશે ડબલ રોલ, અમિતાભ બનશે જટાયુનો અવાજ, સામે આવી અનેક મહત્ત્વની વિગતો

નિર્દેશક નિતેશ તિવારીની 'રામાયણ' બોલિવૂડના એવ

'રામાયણ'માં રણબીર કપૂરનો હશે ડબલ રોલ, અમિતાભ બનશે જટાયુનો અવાજ, સામે આવી અનેક મહત્ત્વની વિગતો

નિર્દેશક નિતેશ તિવારીની 'રામાયણ' બોલિવૂડના એવા પ્રોજેક્ટ્સમાંથી એક છે જેની લોકો અને ઈન્ડસ્ટ્રી બંને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અત્યાર સુધી નિર્માતાઓએ આ ફિલ્મની કોઈ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ નથી શેર કરી. પરંતુ કલાકારોના ઈન્ટરવ્યૂ અને સેટ પરથી બહાર આવેલી તસવીરો પરથી જાણવા મળ્યું છે કે, નિતેશ તિવારી ‘રામાયણ’ની સ્ટોરીને ખૂબ જ ભવ્ય અંદાજમાં પડદા પર લાવવા માટે તૈયાર છે. અત્યાર સુધી એ વાત સામે આવી છે કે, આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રીરામનો રોલ કરી રહ્યો છે અને સાઈ પલ્લવી તેની પત્ની સીતાનો રોલ કરી રહી છે. ભગવાન હનુમાનનો રોલ સની દેઓલ, લક્ષ્મણનો રવિ દુબે અને કૈકેયીનો રોલ લારા દત્તાને આપવામાં આવ્યો છે. હવે આ ફિલ્મમાંથી બે રોમાંચક વિગતો સામે આવી છે.

રણબીર કપૂરનો ડબલ રોલ

એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, રણબીર કપૂર 'રામાયણ'માં ડબલ રોલ ભજવવાનો છે. આ ફિલ્મમાં તે રામ અને પરશુરામ બંનેની ભૂમિકા ભજવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર 'રામાયણ'માં જ્યારે શ્રીરામે ભગવાન શિવનું ધનુષ તોડ્યું હતું, ત્યારે તેમના ક્રોધ માટે પ્રખ્યાત પરશુરામ ત્યાં પહોંચ્યા હતા, ત્યારબાદ તેમની વચ્ચેનો એક અદ્ભુત સંવાદ 'રામાયણ'માં નોંધાયેલ છે. હિન્દુ પૌરાણિક કથાઓમાં, રામ અને પરશુરામ બંને ભગવાન વિષ્ણુના અવતાર છે. રામની સ્ટોરીમાં પરશુરામનું પાત્ર ભલે નાનું હોય પણ તે ખૂબ મહત્ત્વનું છે. અને 'રામાયણ'ના નિર્માતાઓએ નક્કી કર્યું છે કે, તેઓ ફિલ્મમાં પરશુરામના પાત્રને આ જ મહત્ત્વ સાથે બતાવશે. તેથી, રણબીર બંને વિષ્ણુ અવતારની ભૂમિકા ભજવશે. રણબીરનો લુક પરશુરામના લુકથી ઘણો જ અલગ હશે અને તેને ઓળખવો ઘણો મુશ્કેલ હશે.

અમિતાભ બનશે જટાયુ

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન પણ બે ભાગમાં બની રહેલી 'રામાયણ'નો ભાગ હશે. જોકે, તે પોતે સ્ક્રીન પર શારીરિક રીતે જોવા મળશે નહીં. પ્રાપ્ત માહિતી અનુસાર આ ફિલ્મમાં અમિતાભ જટાયુના પાત્રને અવાજ આપશે. આ પાત્રને VFXની મદદથી સ્ક્રીન પર બનાવવામાં આવશે અને તેનો લુક સુધારવા માટે અમિતાભની આંખો પણ સ્કેન કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય કંપની DNEG, જેણે ઘણી ફિલ્મોમાં સ્પેશિયલ ઈફેક્ટ્સ માટે ઓસ્કાર એવોર્ડ જીત્યો છે અને KGF સ્ટાર યશની કંપની સંયુક્ત રીતે 'રામાયણ'નું નિર્માણ કરી રહી છે. આ ફિલ્મનું બજેટ 100 મિલિયન ડોલર એટલે કે લગભગ 800 કરોડ રૂપિયાથી વધુ રાખવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો