'રણબીર કપૂર ક્યારેય અમિતાભ બચ્ચન જેવો સુપરસ્ટાર નહીં બની શકે' જાવેદ અખ્તરે કેમ કહ્યું આવું?
બોલિવૂડની પ્રખ્યાત લેખક જોડી સલીમ-જાવેદ અત્યારે ચર્ચામાં છે. તેમની બંને

બોલિવૂડની પ્રખ્યાત લેખક જોડી સલીમ-જાવેદ અત્યારે ચર્ચામાં છે. તેમની બંને ડોક્યુમેન્ટ્રી-સીરિઝ ‘એન્ગ્રી યંગ મેન’ થોડા સમય પહેલા રિલીઝ થઈ છે. હવે જાવેદ અખ્તરનું એક નિવેદન સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.
જાવેદ અખ્તર તેના સ્પષ્ટ જવાબો માટે જાણીતા છે. કોઈને ગમે કે ન ગમે તે કોઈ પણ જાતના ડર વિના પોતાના મંતવ્યો લોકો સમક્ષ મૂકે છે. બોલિવૂડમાં અમિતાભ બચ્ચનને 'એંગ્રી યંગ મેન'નું ટેગ મળ્યું હતું. જાવેદ-સલીનની ફિલ્મ ‘દીવાર’માં અમિતાભનો રોલ ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. સલીમ અને જાવેદે તેમની ફિલ્મોથી બોલિવૂડમાં એક નવો ટ્રેન્ડ શરૂ કર્યો. છેલ્લા કેટલાક સમયથી સલીમ-જાવેદ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તેનું કારણ છે એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થયેલી તેમની ડોક્યુમેન્ટ્રી સીરિઝ ‘એન્ગ્રી યંગ મેન’.
સંદીપ વાંગા રેડ્ડીની ફિલ્મ ‘એનિમલ’ રિલીઝ થઈ ત્યારથી ઘણા લોકો રણબીર કપૂરને 'એન્ગ્રી હીરો' તરીકે ટેગ કરી રહ્યા છે. લોકોના મનમાં સવાલ છે કે, શું ‘એનિમલ’ પછી રણબીર કપૂર પણ અમિતાભ બચ્ચન જેવો સુપરસ્ટાર બની શકશે? હવે જાવેદ અખ્તરે આ અંગે પોતાનું મૌન તોડ્યું છે.
'રણબીર કપૂર ક્યારેય અમિતાભ બચ્ચન નહીં બની શકે'
જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, શું રણબીર કપૂર ક્યારેય અમિતાભ જેવો સ્ટાર નહીં બની શકે કારણ કે, તેણે ‘એનિમલ’ જેવી ફિલ્મ કરી છે. તો જાવેદ અખ્તરે હસીને જવાબ આપ્યો, 'ના, ના, હું તેના માટે ફિલ્મ લખી શકું છું.' હવે જાવેદ અખ્તરનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. ઘણા લોકો માને છે કે, જાવેદના નિવેદનમાં ઘણું સત્ય છે.






