મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

'જય હનુમાન'માં રાણા દગ્ગુબતીની ધમાકેદાર એન્ટ્રી, આ રોલમાં જોવા મળશે અભિનેતા

'કાંતારા'નો નાયક ઋષભ શેટ્ટી પ્રશાંત વર્માની 'જય હનુમાન'માં મુખ્ય ભૂમિક ભજવી રહ્યો છે. હવે પ્રશાંત વર્માએ જ

'જય હનુમાન'માં રાણા દગ્ગુબતીની ધમાકેદાર એન્ટ્રી, આ રોલમાં જોવા મળશે અભિનેતા

'કાંતારા'નો નાયક ઋષભ શેટ્ટી પ્રશાંત વર્માની 'જય હનુમાન'માં મુખ્ય ભૂમિક ભજવી રહ્યો છે. હવે પ્રશાંત વર્માએ જાહેર કર્યા અનુસાર રાણા દગ્ગુબતી પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. 

આ પણ વાંચો : શૂટિંગ દરમિયાન સુનીલ શેટ્ટીને પાંસળીમાં થઈ હતી ઈજા, હવે અન્નાએ જણાવ્યું કેવી છે તેની હાલત

જોકે 'જય હનુમાન'માં રાણા દગ્ગુબતી કઇ ભૂમિકા ભજવશે તેના વિશે કોઇ માહિતી આપવામાં આવી નથી. પરંતુ નેટઝિન્સનું માનવું છે કે બાહુબલીનો આ અભિનેતા આ ફિલ્મમાં ભગવાન રામ અથવા રાવણની ભૂમિકામાં જોવા મળશે. અલબત્ત, મોટાભાગના ચાહકોના મતે તેની પર્સનાલિટી જોતાં તે રાવણની ભૂમિકામાં વધારે યોગ્ય સાબિત થઈ શકે છે. 

કેટલાક ચાહકોએ લખ્યું હતું કે ઋષભ શેટ્ટી રામ અને રાણા રાવણની ભૂમિકા ભજવે તો આ ફિલ્મનું કાસ્ટિંગ વધારે પરફેક્ટ બનશે. 

આ ફિલ્મના પહેલા ભાગમાં હનુમાનની મુખ્ય ભૂમિકા તેજા સજ્જાએ ભજવી હતી. તે પણ બીજા ભાગમા રિપીટ થશે એમ મનાય છે.

આ સમાચાર શેર કરો