VIDEO: Ramayana Trailer: બ્રહ્મ મુહૂર્તમાં ગુંજ્યું 'જય શ્રી રામ'! ભગવાન શ્રીરામનું તેજ અને રાવણનો રૌદ્ર અવતાર જોઈ દુનિયા થરથરી ઉઠી!
નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી 'રામાયણ પાર્ટ 1' (Ramayana Part 1) નું ટ્રેલર લાંબી રાહ જોયા બાદ આખરે રિલીઝ થઈ ગયું છે. ભગવાન રામના રોલમાં રણબીર કપૂરનો લુક પહેલાથી જ સામે આવી ગયો હતો, પરંતુ હવે આ ધમાકેદાર ટ્રેલરમાં રાવણના રૂપમાં સાઉથ સ્ટાર યશ (Yash) ની જોરદાર ઝલક જોવા મળી છે.
આ ટ્રેલર પહેલા 24 જુલાઈએ રિલીઝ થવાનું હતું, પરંતુ તેને આગળ ઠેલવવામાં આવ્યું હતું. આજે એટલે કે 30 જુલાઈ 2026એ મેકર્સે આ ટ્રેલરને બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ કર્યું છે, અને આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. સમગ્ર ટ્રેલરમાં રાવણ તરીકે યશનો રૌદ્ર અવતાર જોવા મળ્યો છે.
યશે બતાવ્યો રૌદ્ર અવતાર
4 મિનિટ 9 સેકન્ડના આ ટ્રેલરની શરૂઆત જ રાવણ એટલે કે યશથી થાય છે. રાજાનું સિંહાસન મેળવવા માટે લોહી વહાવવું અને સફેદ હાથી સાથેની લડાઈ... રાવણના રૂપમાં અહંકાર દર્શાવવામાં યશ પૂરી રીતે સફળ રહ્યા છે. યશ ઉપરાંત અરૂણ ગોવિલ, સાઈ પલ્લવી, કૈકેયી, મંથરા, રવિ દુબે અને શૂરપણખાનો લુક પણ સામે આવી ગયો છે.
સાઈ પલ્લવીએ પણ ખેંચ્યું ધ્યાન
ભગવાન રામના રૂપમાં રણબીર કપૂરની આંખોમાં તેજ જોવા મળ્યું. જ્યારે રામાનંદ સાગરની 'રામાયણ'માં રામ બનેલા અરૂણ ગોવિલ, અહીં દશરથના પાત્રમાં ભાવુકતા લાવવામાં સફળ રહ્યા છે.
સાઈ પલ્લવી પણ સીતાના લુકમાં ખૂબ જ અદ્ભુત લાગી રહી છે. સામાન્ય રીતે શાંત, કોમળ અને શાલિન દેખાતા માતા સીતાના રોલમાં સાઈ પલ્લવીનો તલવારબાજી વાળો સીન દિલ જીતી લે છે.
શૂરપણખા અને લક્ષ્મણનો લુક
આ ટ્રેલરમાં શૂરપણખાની નાક કાપવા વાળા પ્રસંગની પણ એક ઝલક બતાવવામાં આવી છે. શૂરપણખાના રોલમાં રકુલ પ્રીત સિંહ સુંદર દેખાઈ રહી છે, જ્યારે લક્ષ્મણના પાત્રમાં રવિ દુબે નજરે પડે છે.

